________________
આપણે લૌકિક પંચાંગના આધારે કહી જ શકતા નથી.‘ આચાર્ય ભગવંતની આ બાબત સાથે અસંમત થવાનું કોઇ કારણ નથી.
તિથિની બાબતમાં જો કોઇ દ્રવ્યસત્ય હોય તો તે જૈન પંચાંગ છે. જૈન આગમોના આધારે રચાયેલું જૈન પંચાંગ જ આપણને આજે ખરેખર કઇ તિથિ છે, તેનું સાચું જ્ઞાન આપી શકે તેમ છે. આચાર્ય ભગવંતના જણાવ્યા મુજબ જૈન પંચાંગમાં કોઇપણ તિથિની વૃદ્ધિ જણાવેલી નથી અને તિથિનો ક્ષય પણ અમુક જ મહિનામાં, અમુક જ તિથિઓનો આવે એ પણ હકીકત છે. વર્તમાન લૌકિક પંચાંગમાં તિથિઓની વારંવાર વૃદ્ધિ આવે છે, ક્ષય પણ ગમે ત્યારે, ગમે તે તિથિનો આવે છે, એ હકીકત છે. જૈન પંચાંગનો વિચ્છેદ થયો ત્યારથી આપણી પાસેથી તે દ્રવ્યસત્ય ચાલ્યું ગયું પણ પર્વતિથિની આરાધના બાબતમાં શ્રીસંઘમાં અરાજકતા પેદા ન થાય અને ઔદાયિકતિથિની આરાધના કરવાનો શાસ્ત્રમાર્ગ બરાબર સચવાઇ રહે તે માટે પરમ ઉપકારી શાસ્ત્રકાર ભગવંતોએ સર્વાનુમતે લૌકિક ટિપણાંની સ્થાપના જૈન પંચાંગના સ્થાને કરી છે અને સકળ શ્રીસંઘે તે સ્વીકારી લીધી છે, માટે હવે અમારા નમ્ર મતે ‘લૌકિક પંચાંગ મુજબ તિથિની આરાધના કરવી' એ હકીકત દ્રવ્યસત્ય કરતાં પણ મહાન ભાવસત્ય છે, માટે તેનો સ્વીકાર કરવો જોઇએ.
જયાં સુધી જૈન પંચાંગ અસ્તિત્ત્વમાં હતું ત્યાં સુધી સકળ શ્રી જૈન સંઘ પાસે તિથિની બાબતમાં દ્રવ્યસત્ય ઉપલબ્ધ હતું. આ દ્રવ્યસત્ય, એટલે કે ‘આજે કઇ તિથિ પ્રવર્તમાન છે’તેની જાણકારી. તેના આધારે જ્ઞાની ભગવંતોની આજ્ઞા મુજબ આપણે જે તમામ આરાધ્ય તિથિઓની આરાધના કરતા હતા તે આપણું ભાવસત્ય હતું. એટલે કે જૈન પંચાંગ એ દ્રવ્યસત્ય હતું અને તે મુજબ શાસ્ત્રકારોની આજ્ઞા માથે ચડાવી આરાધના કરવી એ ભાવસત્ય હતું.
જૈન ટીપણું વિચ્છેદ જતાં આપણી પાસેથી તિથિની બાબતમાં દ્રવ્યસત્ય ચાલ્યું ગયું પણ ‘શાસ્ત્રકારોની આજ્ઞા મુજબ આરાધ્ય તિથિઓની આરાધના કરવી' એ ભાવસત્ય તો આજે પણ વિદ્યમાન છે. હવે તિથિની આરાધના બાબતમાં ગીતાર્થ શાસ્ત્રકારોની આજ્ઞા શી હતી? તે માટેના શાસ્ત્રપાઠો મોજૂદ છે.
૨૬ ] પર્વતિથિના ભાવસત્યની રક્ષા કરીએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org