________________
રાત્રિનું ઉલ્લંઘન કરી શકાય નહિ. એક તિથિ વર્ગ ભાદરવા સુદ પ્રથમ પાંચમે સંવત્સરી મહાપર્વની આરાધના કરવા દ્વારા ભાદરવા સુદ ચોથની રાત્રિનું ઉલ્લંઘન કરી રહ્યો છે.
આ બધું વાંચ્યા પછી આ વર્ષે ગુરુવારે જ સંવત્સરી કરવાનો નિર્ણય કરી ચૂકેલા આરાધકોને પણ એક સવાલ અચૂક થશે કે એક તિથિ પક્ષના ધુરંધર આચાર્યોને બુધવારે ઔદાયિક ચોથે સંવત્સરી કરવામાં શો વાંધો નડતો હશે? તેનો ખૂબ સ્પષ્ટ જવાબ એ છે કે તેમને આ બાબતમાં કોઈ શાસ્ત્રીય વાંધો નડતો નથી, કારણ કે એક તિથિના દસ ધુરંધર ગચ્છાધિપતિઓએ જ વિક્રમ સંવત ૨૦૪૨ની સાલમાં એક, ‘તિથિ સમાધાન પટ્ટક” ઉપર સહી કરી નીચે મુજબ ઠરાવ કર્યો હતો
ભાદરવા સુદ ચોથની સંવત્સરી કરવી. સંઘમાન્ય જન્મભૂમિ પંચાંગમાં જયારે જયારે ભાદરવા સુદ પાંચમની ક્ષયવૃદ્ધિ આવે ત્યારે બીજા પંચાંગનો આશરો લઈભાદરવા સુદ છઠ્ઠની ક્ષયવૃદ્ધિ કરવી અને તેને અનુસરી સંવત્સરી કરવી. તેવું પંચાંગ ન મળે તો સુદ છઠ્ઠની ક્ષયવૃદ્ધિ કબૂલ રાખવી.”
આ ઠરાવ ઉપરથી એટલું તો જરૂર ફલિત થાય છે કે ભાદરવા સુદ પાંચમની વૃદ્ધિએ ત્રીજની વૃદ્ધિને બદલે છઠ્ઠની વૃદ્ધિ કરવામાં એક તિથિના આચાર્ય ભગવંતોને કોઈ શાસ્ત્રીય પ્રતિબંધ નડતો નથી. જો છઠ્ઠની વૃદ્ધિ કરવામાં આવે તો ચોથ બુધવારે જ આવે. જો આ ઠરાવનું પાલન કરવામાં આવે તો એક તિથિ વર્ગ પણ બુધવારે એટલે કે ઉદિત ચોથે જ સંવત્સરી કરી શકે. તો પછી તકલીફ ક્યાં આવી ? - એક તિથિ વર્ગ પૈકી સ્વ.આગમો દ્વારક આચાર્ય ભગવંત સાગરાનંદસૂરીશ્વરજી મહારાજના સમુદાયે આ પટ્ટક ઉપર સહી કરવાની ના પાડી દીધી, કારણ કે તેઓ ભાદરવા સુદ પાંચમના ક્ષયવૃદ્ધિએ છઠ્ઠની ક્ષયવૃદ્ધિ કબૂલ કરવા તૈયાર નહોતા, આ કારણે બે વર્ષ પછી સંવત ૨૦૪ની સાલમાં એક બીજો પટ્ટક બહાર પાડવામાં આવ્યો, જેમાં ૧૪ ગચ્છાધિપતિઓની સહી હતી. આ પટ્ટક પ્રમાણે ભાદરવા સુદ પાંચમનો ક્ષય આવે ત્યારે છઠ્ઠન ક્ષય કરવાનો અને પાંચમની વૃદ્ધિ આવે ત્યારે ત્રીજની વૃદ્ધિ કરવાનો ઠરામ
૨૪ D પર્વતિથિના ભાવ સત્યની રક્ષા કરીએ Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org