Book Title: Parvatithina Bhavsatyani Raksha Karie
Author(s): Sanjay Kantilal Vora
Publisher: Vitan Prakashan Thane

View full book text
Previous | Next

Page 24
________________ શું કરશે ? બુધવારે સંવત્સરીનું પ્રતિક્રમણ અને ઉપવાસ વગેરે આરાધના કરી તેઓ ગુરુવારે પ્રથમ પાંચમના પારણાં કરશે અને બીજી પાંચમે, એટલે કે શુક્રવારે પાંચમની પર્વતિથિની આરાધના કરશે. એટલે કે બે તિથિના સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકાઓ ગુરુવારે જયારે સંવત્સરીનાં પારણાં કરતા હશે, ત્યારે એક તિથિના સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકાઓ ઉપવાસાદિ તપ કરશે અને પ્રતિક્રમણ કરશે. એક તિથિ વર્ગ, જે પ્રથમ પાંચમને કોઇ પંચમી પર્વતિથિની આરાધના માટે પણ યોગ્ય નથી ગણતા, એ દિવસે તેઓ સંવત્સરી મહાપર્વની આરાધના કરશે. સંવત્સરીની આરાધનાના દિવસમાં આવતો આ ફેરફાર એક જ દિવસ પૂરતો મર્યાદિત નથી રહેવાનો, કારણ કે પર્યુષણાની આચારણા પ્રમાણે સંવત્સરીના સાત દિવસ અગાઉ પર્યુષણાનો પ્રારંભ કરવાનો હોય છે. આઠ દિવસની કુલ ઉજવણીના અંતિમ એટલે કે આઠમા દિવસે સંવત્સરી મહાપર્વ આવે છે. બે તિથિ વર્ગની માન્યતા પ્રમાણે સંવત્સરી મહાપર્વ બુધવાર તા.૭૯-૨૦૦૫ના રોજ આવે છે, માટે તેમના પર્યુષણનો પ્રારંભ બુધવાર તા.૩૧૮-૨૦૦૫ના રોજ થશે. તેથી વિરુદ્ધ એક તિથિ વર્ગની માન્યતા પ્રમાણે સંવત્સરી ગુરુવાર તા.૮-૯-૨૦૦૫ના રોજ આવે છે, માટે તેમના પર્યુષણનો પ્રારંભ ગુરુવાર તા.૧-૯-૨૦૦૫ના રોજ થશે. બે તિથિ વર્ગનું ભગવાન મહાવીર જન્મ વાંચન રવિવારે થશે, જયારે એક તિથિ વર્ગ સોમવારે જન્મવાંચન કરશે. બે તિથિ વર્ગ વડાકલ્પનો છટ્ટ તપ શુક્ર-શનિ દરમિયાન કરશે તો એક તિથિ વર્ગ તે શનિ-રવિ દરમિયાન કરશે. આમ એક પાંચમની વ્યવસ્થા કરવા જતાં પર્યુષણના આઠેય દિવસ ભારે અવ્યવસ્થા અને અંધાધૂંધી સર્જાશે. કલ્પસૂત્રમાં એવો પાઠ છે કે પર્યુષણા માટે ભાદરવા સુદ પાંચમની રાત્રિનું ઉલ્લંઘન કરી શકાય નહિ. યુગપ્રધાન કાલિકસૂરિ મહારાજે સંવત્સરી ભાદરવા સુદ ચોથની કરી ત્યાર પછી ચોથની પાંચમ ન કરવા પાછળનું એક કારણ એ પણ છે કે બે સંવત્સરી વચ્ચે ૩૬૦ રાત્રિદિવસથી વધુ તફાવત રહેવો જોઈએ નહિ. આ નિયમ પ્રમાણે પણ સંવત ૨૦૬૦ની સંવત્સરી આખા તપાગચ્છ શ્રી સંઘે જો ઔદાયિક ભાદરવા સુદ ચોથે કરી હોય તો સંવત ૨૦૬૧માં એ Jain Education International પર્વતિથિના ભાવસત્યની રક્ષા કરીએ૨૩ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46