________________
૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ શુક્રવાર સવારના સૂર્યોદય સુધી પાંચમ અને એકમાત્ર પાંચમ તિથિ જ પ્રવર્તે છે. ત્યારે તે દિવસને ચોથ કેવી રીતે કહી શકાય? તે દિવસે શ્રી સંવત્સરી મહાપર્વની આરાધના કેવી રીતે કરી શકાય?
આ સૂક્ષ્મ ગણિતનું સરળ વિવરણ વાંચ્યા પછી તમને કહેવામાં આવે કે તપાગચ્છ ના ૯૦ ટકાથી પણ વધુ આચાર્યો, સાધુસાધ્વીઓ અને શ્રાવકશ્રાવિકાઓ બુધવારે નહિ પણ ગુરુવારે જ ભાદરવા સુદ ચોથ માની તે દિવસે સંવત્સરી મહાપર્વની આરાધના કરવાના છે, ત્યારે ભારે આશ્ચર્યની લાગણી સાથે પ્રશ્ન એ થાય છે કે તેઓ આવું શા માટે કરતા હશે ? તેનો પણ જવાબ શોધવાની કોશિષ આપણે કરીએ.
જન્મભૂમિ પંચાંગનો અભ્યાસ કરતાં ખ્યાલ આવે છે કે ગુરુવારે અને શુક્રવારે પણ સૂર્યોદય સમયે ભાદરવા સુદ પાંચમ પ્રવર્તે છે એટલે કે બે પાંચમ આવે છે. હવે એક તિથિ વર્ગની માન્યતા પ્રમાણે લૌકિક પંચાંગમાં બે પાંચમ આવે તો પણ આરાધનાની દષ્ટિએ બે પાંચમ લખી કે બોલી શકાય નહિ, કારણ કે પાંચમ એ પર્વતિથિ છે. તો શું કરવું? ગુરુ-શુક્રની પાંચમને પદલે તેઓ શુક્રવારને જ પાંચમ તરીકે માને છે, ગુરવારે જે પહેલી પાંચમ છે, તેને ચોથમાં ખપાવી દે છે અને બુધવારની ઔદાયિક ચોથને તેઓ બીજી ત્રીજ બનાવી બે પાંચમની બે ત્રીજ કરી કાઢે છે.
આ પરિવર્તન તેઓ માત્ર કાગળ ઉપર જ કરે છે, કારણ કે આકાશના ગ્રહોની સ્થિતિમાં પરિવર્તન કરવાનું સામર્થ્ય કોઈમાં હોતું જ નથી. અહીં સવાલ એ થાય છે કે એક બાજુ ભાદરવા સુદ પાંચમ નામની સામાન્ય પર્વતિથિ છે અને બીજી બાજુ ભાદરવા સુદ ચોથ નામનું સંવત્સરી મહાપર્વ છે. પાંચમની વૃદ્ધિ ન થાય તે માટે સંવત્સરીને આઘી પાછી કરવામાં કેટલું ઔચિત્ય છે? એ ગંભીર વિચાર એક તિથિ વર્ગના આરાધકોએ કરવો જોઈએ.
અહીં સવાલ એ થશે કે એક તિથિ વર્ગ ગુરુવારે ભાદરવા સુદ ચોથ માની તે દિવસે સંવત્સરી મહાપર્વની આરાધના કરવાનો છે, ત્યારે બે તિથિ વર્ગ શું કરશે ? તેઓ જન્મભૂમિ પંચાંગ પ્રમાણેની ઔદાયિક ભાદરવા સુદ ચોથે, એટલે કે બુધવારે જ સંવત્સરીની આરાધના કરશે. તો પછી તેઓ બે પાંચમનું
૨ ૨ ] પર્વતિથિના ભાવસત્યની રક્ષા કરીએ Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org