________________
૧૩
x૧૪
૧૪
૧૪
સુદ ચૌદશની વૃદ્ધિ હોય ત્યારે વાર લૌકિક પંચાંગ બે તિથિ એક તિથિ સોમ ૧૩
૧૩ મંગળ ૧૪
૧૩ બુધ ૧૪
આમાં તફાવત એટલો છે કે ક્ષયના પ્રસંગે એક તિથિ વર્ગ તેરસને ચૌદશ બનાવી મંગળવારે પફખીની આરાધના કરે છે જયારે બે તિથિ વર્ગ તેરસચૌદશ ભેગા માની મંગળવારે જ પફખીની આરાધના કરે છે. તેવી જ રીતે વૃદ્ધિના પ્રસંગે એક તિથિ વર્ગ બુઘવારને એકમાત્ર ચૌદશ ગણી તે દિવસે પફખીની આરાધના કરે છે, જયારે બે તિથિ વર્ગ બુધવારને બીજી ચૌદશમાની પખીની આરાધના કરે છે. આ રીતે બંને પરિસ્થિતિમાં ઉભય પક્ષની આરાધના તો એક જ દિવસે થાય છે, માટે સંઘમાં કોઈ વિખવાદ પેદા થતો નથી. ખરી સમસ્યા ત્યારે પેદા થાય છે, જ્યારે પૂનમ અથવા અમાસની ક્ષયવૃદ્ધિ આવે છે.
બે તિથિની માન્યતા પ્રમાણે પૂનમ અથવા અમાસનો ક્ષય આવે ત્યારે ઉમાસ્વાતિ મહારાજના પ્રઘોષના અર્થઘટન પ્રમાણે તેઓ પૂનમ અથવા અમાસની આરાધના પૂર્વની તિથિ એટલે કે ચૌદશમાં જ કરી લે છે. અને પૂનમ અથવા અમાસની વૃદ્ધિ આવે ત્યારે તેઓ પ્રથમ પૂનમ અથવા અમાસ છોડી બીજી પૂનમે કે અમાસે તે પર્વતિથિની આરાધના કરે છે.
એક તિથિની માન્યતા ધરાવતો વર્ગ પૂનમ અથવા અમાસનો ક્ષય આવે ત્યારે ઉમાસ્વાતિ મહારાજના પ્રઘોષના તેમણે કરેલા અર્થઘટન પ્રમાણે ચૌદશનો ક્ષય કરે એવું સાહજિક રીતે માનવાને આપણું મન પ્રેરાય પણ અહીં તેઓ એવી દલીલ કરે છે કે ચૌદશ પણ પર્વતિથિ છે, માટે તેનો ક્ષય ન કરાય, માટે પૂનમ-અમાસના ક્ષયે તેઓ તેરસનો ક્ષય કરે છે. આ રીતે ખગોળસિદ્ધ લૌકિક પંચાંગની તેરસ એક તિથિના પંચાંગમાં ચૌદશ બની જાય છે અને લૌકિક પંચાંગની ચૌદશ તેમની પૂનમ અથવા અમાસ બની જાય છે. લૌકિક
૧૬ ] પર્વતિથિના ભાવસત્યની રક્ષા કરીએ " Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org