Book Title: Parvatithina Bhavsatyani Raksha Karie
Author(s): Sanjay Kantilal Vora
Publisher: Vitan Prakashan Thane

View full book text
Previous | Next

Page 18
________________ પંચાંગમાં પૂનમની કે અમાસની વૃદ્ધિ આવે ત્યારે એક તિથિ વર્ગ શું કરે છે ? તેઓ ચૌદશને બીજી તેરસ બનાવી દે છે અને પહેલી પૂનમ અથવા અમાસને ચૌદશ બનાવી દે છે અને બીજી પૂનમ અથવા અમાસને એકમાત્ર પૂનમ અથવા અમાસ તરીકે કાયમ રાખે છે. આ રીતે બંને પરિસ્થિતિમાં લૌકિક પંચાંગની ચૌદશની ક્ષય અથવા વૃદ્ધિ બેમાંથી કંઈજ ન હોવા છતાં તેઓ ચૌદશને આગળ અથવા પાછળ ખસેડે છે. તેને કારણે એક તિથિ તેમ જ બે તિથિની ચૌદશ અલગ દિવસે આવે છે, જે નીચેના કોઠા દ્વારા ઉદાહરણ તરીકે સહેલાઈથી સમજી શકાય તેમ છે ઃ ત્યારે પૂનમનો ક્ષય હોય લૌકિક પંચાંગ ૧૩ વાર સોમ મંગળ બુધ ૧૪ વદ-૧ પૂનમની વૃદ્ધિ હોય ત્યારે વાર લૌકિક પંચાંગ સોમ મંગળ બુધ ગુરુ ૧૩ ૧૪ ૧૫ ૧૫ બે તિથિ ૧૩ ૧૪+૧૫ વદ-૧ Jain Education International બે તિથિ ૧૩ ૧૪ ×૧૫ ૧૫ એક તિથિ ૧૪ ૧૫ વદ-૧ એક તિથિ ૧૩ ૧૩ ૧૪ ૧૫ આ પ્રકારે જોડિયાપર્વમાં પાછળની પર્વતિથિના ક્ષયવૃદ્ધિ પ્રસંગે ઉમાસ્વાતિ મહારાજના પ્રઘોષના વિભિન્ન અર્થઘટનને કારણે એક જ સંઘમાં પાક્ષિક પર્વની આરાધનાના દિવસો બદલાઈ જાય છે અને પક્ષભેદનો પ્રારંભ થાય છે. અહીં એ વાતનો ઉલેખ જરૂરી છે કે જોડિયાપર્વ જેવા શબ્દનો ઉલ્લેખ જૈન શાસ્ત્રોમાં ક્યાંય કરવામાં આવ્યો નથી અને ચૌદશ - પૂનમ અથવા ચૌદશ અમાસ એક સાથે જ આવવાં જોઈએ એવો કોઈ પ્રસ્થાપિત નિયમ પણ પર્વતિથિના ભાવસત્યની રક્ષા કરીએ૧૭ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46