________________
અસ્તિત્ત્વમાં નથી. તેમ છતાં ચૌદસ - પૂનમ અથવા ચૌદસ - અમાસને જોડાયેલાં રાખવાના દુરાગ્રહમાં ઔદાયિક ચૌદશ ખસેડવાનું અનિષ્ટ ઊભું થાય છે, જે ઉદયતિથિના સિદ્ધાંતનો અપનય કરે છે.
પૂનમ - અમાસની ક્ષયવૃદ્ધિપ્રસંગે એક તિથિ પક્ષ જે લૉજિકનો ઉપયોગ કરે છે, તેનો વિસ્તાર તેઓ ભાદરવા સુદ ચોથ-પાંચમ માટે પણ કરે છે, જેને કારણે અગાઉના ઉદાહરણમાં જે રીતે ચૌદશની આરાધનાનો દિવસ બદલાઈ
જતો હતો, તેમ ભાદરવા સુદ ચોથ, એટલે કે સંવત્સરી મહાપર્વની આરાધનાનો દિવસ પણ બદલાઈ જવા લાગ્યો. વિક્રમ સંવત ૨૦૬૧ની સાલમાં જન્મભૂમિના લૌકિક પંચાંગ મુજબ ભાદરવા સુદ પાંચમ બે આવે છે. બે તિથિ પક્ષ પંચાંગ પ્રમાણે ચોથે જ સંવત્સરીની આરાધના કરશે, જયારે એક તિથિ પક્ષ પ્રથમ પાંચમને ચોથ ગણી બીજે દિવસે સંવત્સરીની આરાધના કરશે. ભારતભરના જૈન સંઘો એ દિવસે બે ભાગોમાં વહેંચાઈ જશે.
વિક્રમ સંવત ૨૦૬૧ની સંવત્સરી ક્યારે ?
તીર્થંકર ભગવાન મહાવીરદેવના શાસનમાં તેમની ઉપસ્થિતિમાં વર્ષાઋતુનો એક માસ અને વીસ રાત્રિઓ વીતે તે પછી પર્યુષણા એટલે કે સંવત્સરીની આરાધના કરવામાં આવતી. એ સમયે વર્ષાઋતુનો આરંભ અષાઢ સુદ પૂનમે ગણવામાં આવતો. અષાઢ સુદ પૂનમ પછી ભાદરવા સુદ પાંચમ આવે છે. તે પચાસમો દિવસ ગણાય છે. કલ્પસૂત્ર નામના પવિત્ર આગમ ગ્રંથનો પાઠ એમ કહે છે કે,‘‘ભાદરવા સુદ પાંચમની રાત્રિ પહેલાં પણ સંવત્સરી કરી શકાય, પણ તે રાત્રિ (ભાદરવા સુદ પાંચમની રાત્રિ) ઉલ્લંઘન કરવી ન કલ્પે, અર્થાત્ તે રાત્રિ પછી સંવત્સરી પ્રતિક્રમણ કરી શકાય નહિ.‘
ભગવાન મહાવીર સ્વામીના નિર્વાણ પછી આશરે દસમાં સૈકામાં શ્રી કાલિકસૂરિ નામના યુગપ્રધાન આચાર્ય થઈગયા. તેઓ પ્રતિષ્ઠાનપુર નગરમાં ચાતુર્માસ બિરાજમાન હતા. એ વર્ષે ભાદરવા સુદ પાંચમે નગરમાં ભવ્ય ઈન્દ્રોત્સવ હતો, જેને કારણે રાજાએ આચાર્ય ભગવંતને વિનંતી કરી કે આ
૧૮ ] પર્વતિથિના ભાવસત્યની રક્ષા કરીએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org