________________
૩૬૦ તિથિઓને લાગુ કરવાથી કોઈપણ તિથિની આરાધના બાબતમાં કોઈ મુંઝવણ રહેવી ન જોઈએ. તપાગચ્છ જૈન સંઘનો બે તિથિ તરીકે ઓળખાતો વર્ગ આ અર્થઘટન જેમનું તેમ સ્વીકારી લે છે, પણ એક તિથિ વર્ગ તેનું અલગ જ રીતે અર્થઘટન કરે છે, જેને કારણે વિસંવાદિતા પેદા થાય છે.
એક તિથિ પક્ષના આચાર્યશ્રી નરેન્દ્રસાગરજી, ઉમાસ્વાતિ મહારાજના પ્રઘોષનો નીચે મુજબ અર્થ કરે છેઃ
પર્વતિથિનો ક્ષય આવે ત્યારે પૂર્વની તિથિનો ક્ષય કરવો અને પર્વતિથિની વૃદ્ધિ આવે ત્યારે બે તિથિ પૈકી પાછળની તિથિએ આરાધના કરવી. ‘આ રીતના અર્થઘટનનો અમલ કરી તેઓ લૌકિક પંચાંગમાં ચૌદશનો ક્ષય હોય ત્યારે તેરસનો ક્ષય કરે છે અને તેને સ્થાને ચૌદશ લખે છે. લૌકિક પંચાંગમાં જયારે બે ચૌદશ આવતી હોય ત્યારે તેઓ પહેલી ચૌદશ ભૂંસી તેને સ્થાને બીજી તરસ લખે છે અને ચૌદશ પર્વતિથિની આરાધના લૌકિક પંચાંગની બીજી ચૌદશે જ કરે છે. આ જ નિયમ તેઓ બીજ-પાંચમ વગેરે ૧૨ પર્વતિથિઓમાં લાગુ કરે છે. આ વર્ગ આરાધના માટેની તિથિના ક્ષયવૃદ્ધિને સ્વીકારતો નથી, માટે તે એક જ તિથિને માનતો હોવાથી એક તિથિ વર્ગ કહેવાય છે.બીજો વર્ગ લૌકિક પંચાંગમાં આવતી ક્ષીણ પર્વતિથિને અને બે પર્વતિથિને માન્ય રાખતો હોવાથી બે તિથિ વર્ગ કહેવાય છે. જો કે ઉમાસ્વાતિ મહારાજના પ્રઘોષના અર્થઘટનમાં આવા ભેદભાવ છતાં બંને પક્ષની આરાધના માટેની તિથિઓ બીજ-પાંચમ-આઠમ-અગિયારસ ચૌદશની ક્ષયવૃદ્ધિએ તો એક જ દિવસે આવે છે, જે ઉદાહરણ તરીકે આપેલ નીચેના કોઠા ઉપરથી સમજાય છે?
એક તિથિ
સુદ ચૌદશનો ક્ષય હોય ત્યારે વાર લૌકિક પંચાંગ બે તિથિ. સોમ ૧૨
૧૨ મંગળ ૧૩
૧૩+ ૧૪ બુધ ૧૫
૧૫.
૧૨
૧૪
૧૫
o
પર્વતિથિના ભાવસત્યની રક્ષા કરીએ ૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org