Book Title: Parvatithina Bhavsatyani Raksha Karie
Author(s): Sanjay Kantilal Vora
Publisher: Vitan Prakashan Thane

View full book text
Previous | Next

Page 5
________________ ત્યારે અન્ય તિથિએ પર્વતિથિની આરાધના કરનારાઓ (૧) આજ્ઞાભંગ (૨) અરાજકતા (૩) મિથ્યાત્વ અને (૪) વિરાધના એ ચાર ગંભીર પાપોના ભાગીદાર બને છે.’’ કેટલાક આચાર્ય ભગવંતોએ આ શાસ્ત્રપાઠનું ખોટું અર્થઘટન કર્યું તેને કારણે જ આજે શ્રીસંઘમાં પર્વતિથિની આરાધના બાબતમાં આટલી બધી અરાજકતા, અંધાધૂંધી, અવિધિ અને મિથ્યાત્વની હદે પહોંચી જાય તેવી આજ્ઞાભંગની પરિસ્થિતિ જોવા મળે છે. આચાર્યશ્રી વિજયઅભયશેખરસૂરિજી મહારાજા એવા પ્રથમ આચાર્ય બન્યા છે, જેમણે ઔદાયિકતિથિને ગૌણ બનાવવાની રીતસર પ્રરૂપણા શરૂ કરી છે. આવી પ્રરૂપણા તો ‘પર્વતિથિની ક્ષયવૃદ્ધિ ન જ કરાય’ તેવી દૃઢ માન્યતા ધરાવતા એક તિથિ પક્ષના કોઇ પણ આચાર્ય ભગવંતે પણ ક્યારેય કરી હોવાનું જાણમાં નથી. આ પ્રરૂપણાને જો ભોળા જીવો સાચી માની તેનો અમલ કરશે તો તેઓ શાસ્ત્રોમાં નિર્વિવાદરીતે વર્ણવવામાં આવેલા ઉપરોક્ત ચાર મહાપાપોના ભાગીદાર બની પોતાનો અનંત સંસાર વધારી મૂકશે તે નક્કી છે. આવું ન થાય તે માટે જ ઔદાયિકતિથિની આરાધનાની મહત્તા પ્રસ્થાપિત કરવા આ પુસ્તિકાનું લખાણ તૈયાર કરવાની આ લેખકને ફરજ પડી છે. આ પુસ્તિકાના અંત ભાગમાં આચાર્ય ભગવંતે જે ભાવના વ્યક્ત કરી છે તે ખૂબ જ અનુમોદનીય છે. તેમના જ શબ્દોમાં કહીએ તો, ‘“પરમ કૃપાળુ શ્રી મહાવીર પરમાત્માના સ્થાપેલા સંઘમાં સંવાદ સધાય, પરસ્પર દૃષ્ટિમાં અમીનું સિંચન થાય, રાગ-દ્વેષના સંકલેશો ઘટે અને આ બધાના પ્રભાવે પ્રભુના શાસનનો વધુને વધુ જયજયકાર થાય એ નાનોસુનો લાભ નથી, પણ અપેક્ષાએ કહીએ તો સૌથી કલ્યાણકર મોટો લાભ છે. આ વાતને નજરમાં રાખીને પ્રસ્તુત લેખ વાંચવા-વિચારવા પુનઃ પુનઃ વિનંતી છે.’’ આચાર્ય ભગવંતની આ વિનંતીને લક્ષમાં રાખીને જ તેમના લેખ વિશે નીચેની વિચારણા શ્રીસંઘ સમક્ષ રજૂ કરવાની રજા ચાહું છું. ૪ ] પર્વતિથિના ભાવસત્યની રક્ષા કરીએ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46