Book Title: Parvatithina Bhavsatyani Raksha Karie
Author(s): Sanjay Kantilal Vora
Publisher: Vitan Prakashan Thane

View full book text
Previous | Next

Page 9
________________ ઉપસ્થિત થાય, જયારે એક પક્ષ શાસ્ત્રના દ્રવ્યસત્યને સત્ય તરીકે સ્વીકારવા તૈયાર ન હોય. અહીં આવું નથી. (૩) શિકારીના ઉદાહરણમાં તો શિકારી નિર્દોષ પ્રાણીની હત્યા કરવા તત્પર બન્યો છે અને તેને અટકાવવા ‘સાચું બોલવું જોઇએ, જૂઠું ન બોલવું જોઇએ’ એવા શાસ્ત્રોક્ત દ્રવ્યસત્યને ગૌણ બનાવવાની જરૂર ઊભી થઇ છે. જો આચાર્યશ્રી વિજયઅભયશેખરસૂરિજી મહારાજા એમ માનતા હોય કે તિથિના શાસ્ત્રોક્ત સત્યને આજે કોઇ શિકારીના આક્રમણથી બચાવવાની જરૂર છે અને તે માટે દ્રવ્યસત્યનો ભોગ લઇને પણ ભાવસત્યને જીવતું રાખવું જોઇએ, તો અમે એ જાણવાની ઇચ્છા વ્યક્ત કરીએ છીએ કે તેઓ કોને શિકારી માને છે અને કોને મહાત્મા માની તેમને દ્રવ્યસત્યને ગૌણ કરવાની સલાહ આપે છે? શું તેઓ એક તિથિ પક્ષને દ્રવ્યસત્યની ઉપેક્ષા કરનાર શિકારી માને છે? માટેબે તિથિ પક્ષે દ્રવ્યસત્યને ગૌણ બનાવી એકતિથિ પક્ષ સાથે સમાધાન કરી લેવું જોઇએ, એમ તેઓ માને છે? શું તેમનું આ પ્રકારનું અર્થઘટન એક તિથિ પક્ષને પણ માન્ય છે ખરું? સંવત્સરીની આરાધનાનો કમનસીબ વિવાદ આખા વર્ષ દરમિયાન જૈન ધર્મમાં આરાધના માટે જેટલાં પર્વો આવે છે, એ બધામાં શિરમોર છે, પર્યુષણા મહાપર્વ. જૈન શાસ્ત્રકાર પરમર્ષિઓએ પ્રત્યેક જૈનો માટે પર્યુષણ પર્વમાં અવશ્ય કરવા લાયક પાંચ કર્તવ્યોની એક યાદી બનાવી છે, જેમાં સૌથી મહત્વનું સ્થાન ક્ષમાપનાને આપવામાં આવ્યું છે. આઠ દિવસ ચાલતા પર્યુષણ પર્વનો સૌથી મહત્વનો દિવસ સંવત્સરી છે. સંવત્સરીના દિવસે જૈન સંઘનો પ્રત્યેક સભ્ય સૃષ્ટિના સર્વ જીવો સાથે ક્ષમાપના કરી હળવોફુલ બની જતો હોય છે. અહંકારનો ત્યાગ કરી શત્રુની પણ ક્ષમા માંગવી અને ક્ષમા આપવી એ પર્વાધિરાજની આરાધનાનો પ્રાણ ગણાય છે. વિધિની વિચિત્રતા જુઓ કે આ વર્ષે સંવત્સરીનું આ મહાપર્વ જ જૈન સંઘના બે વર્ગો વચ્ચે વિખવાદનું કારણ બની જવા સંભવ છે. ૮ ] પર્વતિથિના ભાવસત્યની રક્ષા કરીએ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46