________________
વિશ્વની સળગતી, સમસ્યાઓ ઠારવામાં જૈન ધર્મના સિદ્ધાંતો દીવાદાંડીની ગરજ સારતા હશે, પણ આ સિદ્ધાંતો અને શાસ્ત્રોનું અર્થઘટન કરી વિક્રમ સંવત ૨૦૬૧ની સંવત્સરીનું આરાધન ક્યા દિવસે કરવું એ બાબતમાં જૈન ધર્મમાં આસ્થા ધરાવતા બે વર્ગો એકમતી સાધી શક્યા નથી. પરિણામે એક વર્ગની સંવત્સરી ૭મી સપ્ટેમ્બર ૨૦૦૫ને બુધવારે આવશે, જયારે બીજો વર્ગ ૮મી સપ્ટેમ્બરને ગુરુવારે સંવત્સરી મહાપર્વની આરાધના કરશે. બંને વર્ગો પોતપોતાની રીતે શાંતિથી પોતાની માન્યતા મુજબના દિવસે સંવત્સરી પ્રતિક્રમણ કરે એ તો જાણે સમજયા પણ સંવત્સરીનું નિમિત્ત લઈ એક બીજો વર્ગ એક બીજાને બદનામ કરવાની કોશિષ કરે અને દ્વેષભાવા ફેલાવવાનો પ્રયાસ કરે તે ઈચ્છનીય નથી.
જૈન ધર્મ વિશે પ્રાથમિક જ્ઞાન ધરાવતા કોઈપણ જિજ્ઞાસુને પ્રશ્ન થશે કે એવી કઈ ગંભીર સમસ્યા છે, જેને કારણે શ્વેતાંબર મૂર્તિપૂજક તપાગચ્છ જેના સંઘનાં બે જૂથો ભેગાં મળીને એક જ દિવસે સંવત્સરી મહાપર્વની આરાધના કરવા તૈયાર થતાં નથી? આ સવાલનો જવાબ શોધવા માટે જૈન ધર્મમાં પર્વતિથિઓનું માહાભ્ય અને તેનો ખગોળસિદ્ધ પંચાંગ વચ્ચેનો સંબંધ જાણવો ખૂબ જરૂરી છે.
જૈન ધર્મ અને વૈદિક ધર્મોમાં પણ પૂનમ, અમાસ, ચૌદસ, અગિયારસ, આઠમ, પાંચમ અને બીજને પર્વતિથિઓ ગણવામાં આવે છે. એક મહિનામાં બે બીજ, બે પાંચમ, બે આઠમ, બે અગિયારસ, બે ચૌદસ અને પૂનમઅમાસ મળી કુલ ૧૨ પર્વતિથિઓ કહેવાય છે. તેવી રીતે સંવત્સરી એ વાર્ષિક પર્વતિથિ હોવાથી તેને મહાપર્વતિથિ ગણવામાં આવે છે. ભગવાન શ્રી મહાવીરસ્વામીના કાળમાં આ સંવત્સરી મહાપર્વની આરાધના દરવર્ષે ભાદરવા સુદ પાંચમે થતી. ભગવાન શ્રી મહાવીરસ્વામીના નિર્વાણ પછી ૯૩ વર્ષે કાલિકસૂરિ નામના યુગપ્રધાન જૈનાચાર્ય થઈગયા; તેમણે સંવત્સરી ભાદરવા સુદ ચોથની કરી, ત્યારથી સમગ્ર જૈન સંઘમાં ભાદરવા સુદ ચોથની સંવત્સરી થવા લાગી. શ્વેતાંબર મૂળ પરંપરામાંથી છૂટા પડેલા સ્થાનકવાસીઓએ મૂળ વ્યવહાર પ્રમાણે ભાદરવા સુદ પાંચમે સંવત્સરી કરવા માંડી, તેમની જેમ
પર્વતિથિના ભાવ સત્યની રક્ષા કરીએ U૯ For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International