Book Title: Parvatithina Bhavsatyani Raksha Karie
Author(s): Sanjay Kantilal Vora
Publisher: Vitan Prakashan Thane

View full book text
Previous | Next

Page 4
________________ પર્વતિથિના ભાવસત્યની રક્ષા કરીએ શ્રી શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન તપાગચ્છ શ્રીસંઘમાં તિથિની સમસ્યા એક સૈકા કરતાં પણ વધુ સમયથી ચકરાવે ચડી છે. આ સમસ્યા અને તેના નિરાકરણ બાબતમાં અનેક પુસ્તકો, પત્રિકાઓ અને લેખો લખાયા છે, પણ એક યા બીજા કારણોસર આ સમસ્યાનો ઉકેલ આપણને હાથતાળી જ આપતો રહ્યો છે. ચાલુ વર્ષે, એટલે કે વિક્રમ સંવત ૨૦૬૧માં તિથિભેદને કારણે શ્રી સંવત્સરી મહાપર્વ અને પર્વાધિરાજપર્યુષણના આઠે આઠ દિવસની આરાધના અલગ-અલગ દિવસે થવાની સંભાવના પેદા થઈ છે. આ ભેદ ટાળવા માટે અનેક પ્રયત્નો થઇ રહ્યા છે. તેમાંનો એક પ્રયત્ન પૂજ્યપાદ આચાર્યદેવશ્રી વિજય અભયશેખરસૂરિજી મહારાજા દ્વારા લિખિત અને શાહ કાન્તિલાલ છગનલાલ તેમ જ દોશી રમેશચન્દ્ર અમૃતલાલ દ્વારા પ્રકાશિત પુસ્તિકા ‘તિથિ અંગે સત્ય અને સમાધાન” છે. આ પુસ્તિકામાં કરવામાં આવેલા અનેકવિધ વિવાદાસ્પદ વિધાનોની ઉપેક્ષા કરીએ તો પણ એક અત્યંત ગંભીર પ્રરૂપણાની કોઇ પણ જિનશાસનપ્રેમી આત્મા ઉપેક્ષા કરી શકે જ નહીં. આ વિધાન છે, પર્વતિથિની આરાધના બાબતમાં ઔદાયિકતિથિનો આગ્રહ રાખવાની જરૂર નથી. ઔદાયિકતિથિને ગૌણ બનાવીને અન્ય તિથિએ આરાધના કરી શકાય છે.” અનંત ઉપકારી શાસ્ત્રકાર પરમર્ષિઓને કદાચ તેમના વિશિષ્ટ જ્ઞાનના પ્રકાશમાં એ વાતનો ખ્યાલ પણ આવી ગયો હશે કે ભવિષ્યમાં શ્રી જિનશાસનમાં તૃતીયપદે બિરાજમાન કોઇ આચાર્ય ભગવંત પણ આવી પ્રરૂપણા કરવાના છે. માટે જ તેમણે અત્યંત સ્પષ્ટ ઘોષણા કરતાં કહ્યું હતું કે, ઔદાયિક તિથિને જ પ્રમાણ માનવી. જયારે ઔદાયિકતિથિ પ્રાપ્ત હોય પર્વતિથિના ભાવસત્યની રક્ષા કરીએ૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 46