Book Title: Parampaddai Anandghan Padreh Part 01 Author(s): Suryavadan T Zaveri Publisher: Shreyaskar Andheri Gujarati Jain View full book textPage 5
________________ પ્રકાશકીય નિવેદન દૂધ પરમ પૂજ્ય પંન્યાસપ્રવર શ્રી મુક્તિદર્શનવિજયજી મ.સા.નું વિ.સં. ૨૦૬૦માં ધર્મપ્રભાવક ચાતુર્માસ, પૂણ્યોદયે અમારા શ્રીસંઘમાં થયું. યોગીરાજ આનંદઘનજી મહારાજાના અપરોક્ષાનુભૂતિપ્રાપક સ્તવનો · અને પદોના નિચોડરૂપ જેમના જીવનનો પ્રયાસ રહ્યોં છે તે સુશ્રાવક ખીમજીબાપા (વસઈ રહેવાસી) ની ચિંતન અને મનનની નોંધ પ્રાપ્ત થઈ અને ચાતુર્માસ દરમ્યાન દૈનિક પ્રવચનનો વિષય ‘આનંદઘનજી મહારાજા રચિત સ્તવનો - પદો’ પસંદ કરાયો. વિ.સં. ૨૦૬૧ના ગોવાલિયા ટેન્ક ચાતુર્માસ દરમ્યાન, પંન્યાસજી મ.સા. એ પ્રવચનધારાને આગળ વધારી પ્રાય: ૨૧ સ્તવનો અને ૯૦ પદોનું વિવરણ પ્રવચનોમાં આવરી લેવાયું. લોકમાંગના પ્રતિસાદરૂપે પ્રવચનકાર પૂજ્યશ્રીએ સુશ્રોતા શ્રી સૂર્યવદનભાઈને સહાયતામાં રાખી સુસંગત વિવરણ તૈયાર કર્યું. તે વિવરણનું “પરમપદદાથી આનંદઘન પદરે” એ શિર્ષકથી બે ભાગમાં અમારા શ્રી સંઘ દ્વારા પ્રકાશન થઈ રહ્યું છે અને વિમોચન અવસર પણ અમારા શ્રી સંઘના આંગણે ઉજવાયેલ છે. આ પ્રવૃત્તિઓનો અમને અનેરો આનંદ છે. શબ્દોને ધારદાર તીક્ષ્ણ બનાવનાર શબ્દધારા એટલેજ પદ્યરચનારૂપ પદો. આનંદઘનજી મહારાજાના પદો દીર્ઘકાલ સુધી હૃદયમાં સ્થિર થઈ જાય એવા છે. તે પદો સંક્ષેપમાં વિશાળ તાત્પર્યને કહી જાય છે, તે પદોમાં વિધિ-નિષેધને યુગપદ્ જણાવવાની ટૂંકોત્કીર્ણ કલા છે. આવા આ પદોને અક્ષર (અક્ષય) બનાવનાર ચોટદાર વેધક અક્ષરોની અસરનું આસ્વાદન કરાવનાર આ ગ્રંથ છે. સર્વે પૂજ્યપાદ, ચારિત્રચૂડામણિ સિદ્ધાન્તમહોદધિ આચાર્યદેવ શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મ.સા., પટ્ટાલંકાર વર્ધમાન તપોનિધિ ન્યાયવિશારદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મ.સા., સકલસંઘહિતચિંતક ગીતાર્થ શિરોમણિ સિદ્ધાન્તદિવાકર આચાર્યદેવ શ્રીમદ્ વિજય જયઘોષસૂરીશ્વરજી મ.સા., અધ્યાત્મરાગી, શાંત અને સરળ સ્વભાવી પંન્યાસજી મુક્તિદર્શનવિજયજી મ.સા. વગેરે પરમ પૂજ્ય મહારાજ સાહેબોનું અમો આદરપૂર્વક સ્મરણ કરીએ છીએ. સર્વેને અમારા શ્રીસંઘની ભાવભરી વંદના. આ સુંદર ધર્મકાર્યરૂપ વિવરણના પ્રકાશનમાં અનેક પરિબળોનો સહિયારો ફાળો છે. એ ફાળો આપી આત્માર્થે ધર્મલાભ લેનાર ભાગ્યશાળી ભવ્યાત્માઓની સૂચિ ઋણસ્વીકાર રૂપે અત્રે આપેલ છે :Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 490