Book Title: Paramagama Sara
Author(s): Dineshchandra Joravarmal Modi
Publisher: Dineshchandra Joravarmal Modi

View full book text
Previous | Next

Page 14
________________ જમીનથી ચાર આંગળ ઉપર આકાશમાં ચાલવાની ૠધ્ધિના ધારક, પૂર્વીવદેહની પુણ્ડરીકિણી નગરીમાં બિરાજમાન સીમન્ધર બીજું નામ સ્વયંપ્રભ તીર્થંકરથી પ્રાપ્ત જ્ઞાનથી ભરતક્ષેત્રના ભવ્યજીવોને સંબોધિત કરનાર, શ્રી જિનચન્દ્રસૂરિ ભટ્ટારકના પટ્ટના આભરણ, કળિકાળસર્વજ્ઞ (શ્રી કુન્દકુન્તાચાર્ય) દ્વારા રચિત ષટપ્રાભૂત ગ્રંથમાં..” ઉપરોક્ત કથનમાં કુકુન્દનાં પાંચ નામ, પૂર્વ વિદેહગમન, આકાશગમન અને જિનચંદ્રચાર્યના શિષ્યત્વના ઉપરાંત તેમને કળિકાળ સર્વજ્ઞ પણ કહ્યા છે. આચાર્ય કુન્દકુન્દના સંબંધમાં પ્રચલિત કથાઓનું અવલોકન પણ આવશ્યક છે. ‘જ્ઞાન પ્રબોધ’માં પ્રાપ્ત કથાનો સંક્ષિપ્તસાર આ પ્રમાણે છે. “માલવદેશના વારાપુર નગરમાં રાજા કુમુદચંદ્ર રાજ કરતો હતો. તેની રાણીનું નામ કુમુદચંદ્રકા હતું. તેમના રાજયમાં કુન્દશ્રેષ્ઠી નામનો એક વણિક રહેતો હતો. તેની પત્નીનુ નામ કુન્દલતા હતું. તેમને એક કુન્દકુન્દ નામનો પુત્ર પણ હતો. બાળકોની સાથે રમતાં રમતાં તે બાળકે એક દિવસ ઉદ્યાનમાં બિરાજમાન જિનચંદ્ર નામના મુનિરાજનાં દર્શન કર્યાં અને તેમના ઉપદેશને અનેક નર-નારીઓ સાથે ઘણા ધ્યાનથી સાંભળ્યો. અગિયાર વર્ષનો આ બાળક કુકુન્દ તેમના ઉપદેશથી એટલો પ્રભાવિત થયો કે તેણે તેમની પાસે દીક્ષા અંગિકાર કરી. પ્રતિભાશાળી શિષ્ય કુન્દ કુન્દને જિનચંદ્રાચાર્યે ૩૩ વર્ષની ઉમ્મરમાં જ આચાર્યપદ પ્રદાન કર્યું. ઘણા ઊંડાણથી ચિંતન કરવા છતાં પણ આચાર્ય કુન્દકુન્દને કોઇ જ્ઞેય સ્પષ્ટ થતું નહોતું. તેના ચિંતનમાં મગ્ન કુકુન્દે વિદેહક્ષેત્રમાં વિદ્યમાન તીર્થંકર સીમંધર ભગવાનને નમસ્કાર કર્યા. ત્યાં સીમંધર ભગવાનના શ્રીમુખથી સહજ જ ‘સધ્ધર્મવૃધ્ધિરસ્તુ’ પ્રસ્ફુટિત થયું. સમવસરણમાં ઉપસ્થિત શ્રોતાઓને ઘણું આશ્ચર્ય થયું કે નમસ્કાર કરવાવાળા વગર કોને આશીર્વાદ આપવામાં આવી રહ્યો છે? આ પ્રશ્ન બધાના હૃદયમાં સહજ જ ઉપસ્થિતિ થઇ રહ્યો હતો. ભગવાનની વાણીમાં સમાધાન આવ્યું કે ભરતક્ષેત્રના આચાર્ય કુકુન્દને આ આર્શીવાદ આપવામાં આવ્યા હતા. ત્યાં કુન્દકુન્દના પૂર્વભવના બે મિત્રો ચારણૠધ્ધિધારી મુનિરાજ ઉપસ્થિત હતા. તેઓ આચાર્ય કુન્દકુન્દને ત્યાં લઇ ગયા. માર્ગમાં કુન્દકુન્દની મયુરપિછિ પડી ગઇ, ત્યારે તેમણે ગૃઘ્ધપિછિથી કામ ચલાવી લીધું. તેઓ ત્યાં સાત દિવસ ૪ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 ... 176