Book Title: Panchvastuk Prakaran Part 01
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 305
________________ ૨૦૮ પ્રવજ્યાવિધાનવતુક | ‘કથી હાર | ગાથા ૨૦૦ ટીકા : ___ भणितं च परममुनिभिः, किमित्यत्राह-महाश्रमणो महातपस्वी मासादिद्वादशपर्याय इति मासमादिकं कृत्वा द्वादशमासपर्याय इत्यर्थः, व्यन्तराद्यनुत्तराणामिति व्यन्तरादीनामनुत्तरोपपातिकपर्यन्तानां व्यतिक्रामति तेजोलेश्यांसुखप्रभावलक्षणामनुक्रमेणेति ॥ गौतमपृष्टेन यथोक्तं भगवता "जे इमे अज्जत्ताए समणा निग्गंथा विहरंति एए णं कस्स तेयलेस्सं वीईवयंति? मासपरियाए समणे निग्गंथे वाणमंतराणं देवाणं तेयलेस्सं वीईवयंति, एवं दुमासपरियाए असुरिंदवज्जियाणं भवणवासियाणं देवाणं,तिमासपरियाए असुरकुमारिंदाणं, चउमासपरियाए गहगणनक्खत्ततारारूवाणं जोइसियाणं देवाणं, पंचमासपरियाए चंदिमसूरियाणं जोतिसिंदाणं जोइसराईणं तेयलेस्सं, छम्मासपरियाए सोहम्मीसाणाणं देवाणं, सत्तमासपरियाए सणंकुमारमाहिंदाणं देवाणं, अट्ठमासपरियाए बंभलंतगाणं देवाणं, नवमासपरियाए महासुक्कसहस्साराणं देवाणं, दसमासपरियाए आणयपाणयआरणच्चुयाणं देवाणं, एक्कारसमासपरियाए गेविज्जगाणं देवाणं, बारसमासपरियाए समणे निग्गंथे अणुत्तरोववाइयाणं देवाणं तेयलेस्सं वीतीवयइ, तेण परं सुक्क सुक्काभिजाती भवित्ता तओ पच्छा सिज्झइ जाव अंतं करेइ"॥ इति गाथार्थः ॥ २००॥ ટીકાર્ય : અને પરમમુનિ વડે = ભગવાન વડે, કહેવાયું છે, શું? એ પ્રકારની શંકામાં કહે છે- મહાશ્રમણ, મહાતપસ્વી માસને આદિવાળું કરીને = એક મહિનાથી માંડીને, બાર માસના પર્યાયમાં, અનુક્રમથી વ્યંતરની આદિવાળા અનુત્તરોપપાતિકના પર્યતવાળાઓની = વ્યંતરદેવોથી માંડીને અનુત્તરોપપાતિક સુધીના દેવોની, સુખ અને પ્રભાવના લક્ષણવાળી તેજલેશ્યાને વ્યતિક્રમે છે. આ પ્રમાણે પરમમુનિ વડે કહેવાયું છે. ગૌતમ દ્વારા પુછાયેલા ભગવાન વડે જે પ્રમાણે કહેવાયું છે જે આ અત્યારે શ્રમણ નિગ્રંથો વિહરે છે, એઓ કોની તેજલેશ્યાને વ્યતિક્રમે છે? આ પ્રમાણે ગૌતમ મહારાજ પૂછે છે, તેનો ભગવાન જવાબ આપે છે એક મહિનાના પર્યાયવાળા શ્રમણ નિગ્રંથો વાણવ્યંતર દેવોની તોલેશ્યાને વ્યતિક્રમે છે, એ પ્રમાણે બે મહિનાના પર્યાયવાળા અસુરેન્દ્રોથી વર્જિત એવા ભવનવાસી દેવોની, ત્રણ મહિનાના પર્યાયવાળા અસુરકુમારેન્દ્રોની, ચાર મહિનાના પર્યાયવાળા ગ્રહગણ = ગ્રહનો સમૂહ, નક્ષત્ર, તારારૂપ જ્યોતિષી દેવોની, પાંચ મહિનાના પર્યાયવાળા ચંદ્રસૂર્યરૂપ જ્યોતિર્ષેદ્ર એવા જ્યોતિષરાજાઓની તેજોલેશ્યાને, છ મહિનાના પર્યાયવાળા સૌધર્મ-ઇશાનવાળા દેવોની, સાત મહિનાના પર્યાયવાળા સનસ્કુમારમાહેન્દ્રવાળા દેવોની, આઠ મહિનાના પર્યાયવાળા બ્રહ્મ-લાંતકવાળા દેવોની, નવ મહિનાના પર્યાયવાળા મહાશુક્સહસ્ત્રારવાળા દેવોની, દશ મહિનાના પર્યાયવાળા આનત-પ્રાણત-આરણ અને અય્યતવાળા દેવોની, અગ્યાર મહિનાના પર્યાયવાળા રૈવેયક દેવોની, બાર મહિનાના પર્યાયવાળા શ્રમણ નિગ્રંથો અનુરોપપાતિક દેવોની તેજલેશ્યાને વ્યતિક્રમે છે. તેનાથી પછી શુક્લશુક્લાભિજાતિ થઈને, તેનાથી પછી સિદ્ધ થાય છે, યાવતુ સંસારના અંતને કરે છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : ભગવતી સૂત્રમાં પરમમુનિ એવા ભગવાને કહ્યું છે કે દીક્ષાગ્રહણકાળથી માંડીને મહાશ્રમણ-મહાતપસ્વી એવા મુનિઓ મોક્ષની તીવ્ર અભિલાષાવાળા હોવાથી તેઓનું ચિત્ત સંસારના ભાવોથી નિરપેક્ષ હોય છે; Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352