Book Title: Panchvastuk Prakaran Part 01
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 335
________________ ૩૦૮ પ્રવજ્યાવિધાનવસ્તુક | ‘કર્થ' દ્વાર | ગાથા ૨૧૮ ગાથા : भिक्खं अडंति आरंभसंगया अपरिसुद्धपरिणामा। दीणा संसारफलं पावाओ जुत्तमेअंतु ॥ २१८ ॥ અન્વયાર્થ : મયંકા = આરંભથી સંગત, પરિશુદ્ધપરિ =અપરિશુદ્ધ પરિણામવાળા, સી = દીન, સંસારત્ન વિવું = સંસારના ફળવાળી ભિક્ષા માટે અતિ = અટન કરે છે, ૩ = એ પીવા = પાપથી ગુ=મુક્ત છે. * “ પાદપૂર્તિ માટે છે. ગાથાર્થ : આરંભથી યુક્ત, અપરિશુદ્ધ પરિણામવાળા, દીન સાધુઓ સંસારના ફળવાળી ભિક્ષા માટે ફરે છે, આવા સાધુઓની પ્રવજ્યા પાપોદયથી યુક્ત છે. ટીકા : भिक्षामटन्ति उदरभरणार्थमारम्भसङ्गताः तथा षड्जीवनिकायोपमईनप्रवृत्त्या अपरिशुद्धपरिणामाः = उक्तानुष्ठानगम्यमहामोहादिरञ्जिताः, दीनाः = अल्पसत्त्वाः, संसारफलां भिक्षां न तु सुयतिवद्दातृगृहीत्रोरपवर्गफलां, पापाद् युक्तमेतदिति एतदित्थंभूतमकुशलानुबन्धिनां पापेन भवतीति न्याय्यमेतदिति गाथार्थः॥२१८॥ * મૂળગાથાના પ્રથમ પાદમાં રહેલ મ નું યોજન સંસારત્ન સાથે છે, એ જણાવવા માટે ટીકામાં સંસારનાં પછી બીજી વાર fમાં શબ્દ મૂકેલ છે. * “મદામોદારિ" માં મારિ પદથી રાગ-દ્વેષાદિનો સંગ્રહ છે. ટીકાર્ય : તે પ્રકારે=સાધુવેશમાં જે પ્રકારે સંભવી શકે તે પ્રકારે, ષડૂજીવનિકાયના ઉપમદનની પ્રવૃત્તિ દ્વારા આરંભથી સંગતષયુક્ત, અપરિશુદ્ધ પરિણામવાળા=પૂર્વગાથામાં કહેવાયેલ અનુષ્ઠાનથી જાણી શકાય એવા મહામોહાદિથી રંગાયેલા, દીન–અલ્પ સત્ત્વવાળા, સાધુઓ ઉદરને ભરવા માટે સંસારના ફળવાળી ભિક્ષા માટે ફરે છે=ભટકે છે; પરંતુ સુયતિની જેમ ભિક્ષા દેનાર અને ગ્રહણ કરનારને અપવર્ગના ફળવાળી નહીં અર્થાત્ મોક્ષરૂપ ફળ આપે તેવી ભિક્ષા માટે ફરતા નથી. પાપથી=પાપના ઉદયથી, આ=ઉપરમાં કહેલ સર્વ, યુક્ત છે. આનાથી શું ફલિત થાય? તે સ્પષ્ટ કરે છે- અકુશલાનુબંધવાળાઓનું આવા પ્રકારનું આ=ભિક્ષાટન, પાપથી થાય છે. એથી આગંગાથા૧૮રના અંતમાં પૂર્વપક્ષીએ કહેલ કે પાપોદયથી આ સર્વ થાય છે એ કથન, ન્યાય છે=સંગત છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352