Book Title: Panchvastuk Prakaran Part 01
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 340
________________ પ્રવ્રજ્યાવિધાનવસ્તુક / ‘કથં' દ્વાર / ગાથા ૨૨૧-૨૨૨ કયા કારણથી શેષ પણ આના દ્વારા જ આગૃહીત છે ? એથી કરીને કહે છે- કેમ કે અગારવાસમાં શુભ ધ્યાનાદિનો અભાવ છે. આ હેતુનું કૃતિ થી તાત્પર્ય ખોલે છે- જે કારણથી ગાથા-૧૯૦-૧૯૧માં કહેવાયેલાની જેમ “દુર્ગ ક્યારે સધાશે ?” ઇત્યાદિ ચિંતા હોવાને કારણે અગારવાસમાં શુભ ધ્યાનાદિનો સંભવ નથી, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : ગાથા-૧૮૦ થી ૧૮૪ માં ૫૨૫ક્ષનું સ્થાપન કરીને તે પરપક્ષનું ગ્રંથકારે ગાથા-૧૮૫ થી અત્યાર સુધી નિરાકરણ કર્યું, તેમાં સાક્ષાત્ ગાથા-૧૮૦, ૧૮૧, ૧૮૨ નું નિરાકરણ કરેલ દેખાય છે; જ્યારે ગાથા૧૮૩-૧૮૪ નું સાક્ષાત્ નિરાકરણ કરેલું દેખાતું નથી, તોપણ અર્થથી તે બે ગાથાનું ગ્રહણ થઇ જાય છે, તે વાત પ્રસ્તુત ગાથામાં બતાવે છે ગાથા-૧૯૦ માં ગ્રંથકારે બતાવેલ કે અગારવાસમાં પુણ્યના ઉદયથી વિદ્યમાન પણ ગૃહાદિમાં દૃઢ અભિષ્યંગ થાય છે, તેથી રાજા હોય તોપણ આ કિલ્લાને હું ક્યારે જીતીશ ? વગેરે વિચારણાઓ કરતો હોય છે. આ કારણે ગૃહવાસમાં શુભ ધ્યાનાદિનો સંભવ નથી, તેથી શુભ ધ્યાન કરવા માટે સર્વત્ર સ્પૃહા વગરના થઇને સંયમ ગ્રહણ કરવું ઉચિત છે. આનાથી પૂર્વપક્ષીએ ગાથા-૧૮૩-૧૮૪ માં કહેલ કે શુભ ધ્યાનથી ધર્મ થાય છે અને ગૃહવાસમાં શુભ ધ્યાનાદિ થઇ શકે છે, તેનું નિરાકરણ થઇ જાય છે; કેમ કે શુભ ધ્યાનાદિ કરવા માટે સંયમજીવન આવશ્યક છે તે વાત અત્યાર સુધીના કથનથી સ્પષ્ટ રીતે ફલિત થાય છે. I૨૨૧ અવતરણિકા : यच्चोक्तं 'परहितकरणैकरति' रित्यत्राह - અવતરણિકાર્ય : અને “પરનું હિત કરવામાં એકરતિવાળો મધ્યસ્થ જીવ ધર્મને સાધે છે”, એ પ્રકારે પૂર્વપક્ષી દ્વારા ગાથા-૧૮૪ ના ઉત્તરાર્ધમાં જે કહેવાયું, એમાં ગ્રંથકાર કહે છે ગાથા : ૩૧૩ मुत्तूण अभयकरणं परोवयारोऽवि नत्थि अण्णो त्ति । दंडिगितेणगणायं न य गिहवासे अविगलं तं ॥ २२२ ॥ Jain Education International અન્વયાર્થ : અમવરળ મુત્તુળ=અભયક૨ણને મૂકીને ગળો પરોવયારોવિ નસ્થિ=અન્ય પરોપકાર પણ નથી. (અહીં) વૈઽિતેિનાë=દંડિકી સ્તનકનું જ્ઞાત છે. શિવાલે ય=અને ગૃહવાસમાં તેં વિનં ન= તે અવિકલ નથી=અભયનું કરણ સંપૂર્ણ નથી. * ‘તિ’ પાદપૂર્તિ અર્થે છે. For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352