Book Title: Panchvastuk Prakaran Part 01
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 343
________________ ૩૧૬ પ્રવજ્યાવિધાનવસ્તુક | “કર્થ” દ્વાર | ગાથા ૨૨૩-૨૨૪ महाराय! णत्थि मे विहवो जेण एयस्स उवगरेमि, राइणा भणियं-मए ठिए विहवते किं तुज्झ नत्थि? देह जं रोयति त्ति, तीए भणियं-जइ एवं ता अभयं एयस्स, इयरीहिं भणियं-मोग्गडा एसा, तीए भणियं-जं मए दिन्नं तं न तुज्झेहिं, एत्थ एसो पमाणं, पुच्छिओ तेणगो-भण किमेत्थ ल ति? तेण भणियं-सेसं ण याणामि, अभयदाणे मे चेयणा समुप्पण्ण त्ति। अतोऽभयकरणमेव परोपकार इति गाथाद्वयार्थः ॥२२३/२२४॥ ટીકાર્ય : આ બે ગાથાનો અર્થ કથાનક વડે જ કહેવાય છે- વસંતપુર નગરમાં જિતશત્રુ રાજા પ્રિય પત્નીઓ સાથે ગવાક્ષમાં રહેલો ઊભો છે અને આ બાજુ વધ્ય એવો ચોર લઈ જવાય છે, અને મૃત્યુના ભયથી શોકાતુર એવો તે = ચોર, રાજની પત્નીઓ વડે જવાયો. કરુણાવાળી રાણીઓ વડે રાજા વિનવાયોઃ હે મહારાજા! આ અવસ્થા પામેલ આનો = ચોરનો, કંઈપણ ઉપકાર અમે કરીએ? “તિ' રાજાને રાણીઓએ કરેલ વિજ્ઞપ્તિની સમાપ્તિ અર્થક છે. રાજા વડે અનુજ્ઞા અપાઈ. ત્યારપછી એક રાણીએ મૂકાવીને આને પણ = ચોરને પણ, પ્રાપ્ત કર્યો. એ રીતે દસ હજારના પરિવ્યય વડે = ખર્ચ વડે, ચંપકતેલ વગેરેથી અભંગન કરાવીને હવડાવાયો, વસ્ત્રોથી પરિબાપન કરાવાયો અને વિલેપાયો. બીજી રાણી વડે વીસ હજારના પરિવ્યય વડે શણગારીને, અઢારે પણ ખંડપ્રકારોને આહારાદિ દ્વારા ખવડાવાયો. અન્યા વડે = બીજી રાણીથી અન્ય એવી ત્રીજી રાણી વડે, કહેવાયુંઃ હે મહારાજા ! મારી પાસે વૈભવ નથી, જેથી આનો = ચોરનો, હું ઉપકાર કરું. રાજા વડે કહેવાયુંઃ વૈભવવાળો હું સ્થિત હોતે છતે તારી પાસે શું નથી? જે રોચે છે = ગમે છે?, તે આપ. ‘ત્તિ' રાજાના કથનની સમાપ્તિ માટે છે. તે રાણી વડે કહેવાયું: જે આ પ્રમાણે છે, તો આને = ચોરને, અભય હું આપું છું. ઈતર વડે = અન્ય એવી બે રાણીઓ વડે, કહેવાયું આ મુગ્ધા છે. તેણી વડે = ત્રીજી રાણી વડે, કહેવાયું. જે મારા વડે અપાયું છે, તે તમારા બે વડે નથી અપાયું. અહીં આ = ચોર, પ્રમાણ છે. ચોર પુછાયોઃ બોલ, અહીં = અમારા ત્રણેયના દાનમાં, શું સુંદર છે? “તિ' પ્રશ્નની સમાપ્તિ અર્થે છે. તેના વડે = તે ચોર વડે, કહેવાયું શેષને હું જાણતો નથી, અભયના દાનમાં મારી ચેતના ઉત્પન્ન થઈ. “ત્તિ' દષ્ટાંતની સમાપ્તિ અર્થે છે. આથી અભયનું કરણ જ પરોપકાર છે, એ પ્રમાણે બે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : પ્રસ્તુત દૃષ્ટાંતથી એ પ્રાપ્ત થાય કે સંસારમાં કોઈ પણ દુ:ખી જીવને આહાર કે ભોગસામગ્રી આપવા કરતાં અભય આપવું શ્રેષ્ઠ છે; અને મુનિ તો સર્વ જીવોને અભયદાન આપવા માટે તદ્દન નિરારંભી જીવન જીવે છે, જેના બળથી ઘણા જીવોને સન્માર્ગની પ્રાપ્તિ થાય છે અને ભાવિના અનર્થોની પરંપરાથી પણ તેઓને અભય મળે છે. આથી મુનિ જેવો શ્રેષ્ઠ પરોપકાર અન્ય કોઈ કરી શકતા નથી, કેમ કે ગૃહસ્થ આરંભ-સમારંભમાં પ્રવૃત્ત હોવાથી ઘણા જીવોનો ઘાત કરે છે. વળી, પ્રથમની બે રાણીઓની જેમ ગૃહસ્થ યત્કિંચિત્ દાનાદિની ક્રિયા દ્વારા જગતના ક્ષુદ્ર જીવોને ક્ષણભર સુખ આપી શકે છે, તો પણ અભયદાન જેવું શ્રેષ્ઠ દાન ગૃહવાસમાં થઈ શકતું નથી. ૨૨૩/૨૨૪ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 341 342 343 344 345 346 347 348 349 350 351 352