Book Title: Panchvastuk Prakaran Part 01
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 341
________________ ૩૧૪ પ્રવજ્યાવિધાનવસ્તુક | કર્થ” દ્વાર | ગાથા ૨૨૨ ગાથાર્થ : અભયકરણને છોડીને અન્ય પરોપકાર પણ નથી. અહીં દંડિકી ચોરનું દૃષ્ટાંત જાણવું, અને ગૃહવાસમાં અભયકરણ પરિપૂર્ણ થતું નથી. ટીકા : __ मुक्त्वाऽभयकरणमिहलोकपरलोकयोः परोपकारोऽपि नास्त्यन्य इति, अत्र दृष्टान्तमाह- दण्डिकीस्तेनकज्ञातमत्र द्रष्टव्यं, न च गृहवासेऽविकलं तद् = अभयकरणमिति गाथार्थः ॥ २२२ ॥ * “પોષારોપ" માં ‘પ' થી એ જણાવવું છે કે અભયકરણ સિવાય સ્વોપકાર તો અન્ય નથી પરંતુ પરોપકાર પણ અન્ય નથી. ટીકાર્ય : આ લોક અને પરલોકમાં અભયકરણને મૂકીને અન્ય પરોપકાર પણ નથી. રિ કથનની સમાપ્તિ અર્થક છે. અહીંsઉપરના કથનમાં, દષ્ટાંતને કહે છે- અહીં અભયકરણના વિષયમાં, દંડિકી તેનકનું જ્ઞાતાદડિકી ચોરનું ઉદાહરણ, જાણવું; અને તે અભયકરણ, ગૃહવાસમાં અવિકલ નથી=સંપૂર્ણ થતું નથી, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : ગૃહાશ્રમમાં રત છતો પરનું હિત કરવામાં એકરતિવાળો જીવ ધર્મ સાધે છે, એમ કહેનાર પૂર્વપક્ષીની દૃષ્ટિ પૂલ હોવાથી તે એમ માને છે કે સંપત્તિ વગેરે વાળો જીવ અન્યનો પરોપકાર કરી શકે; પરંતુ તત્ત્વથી ગૃહાશ્રમમાં થતો પરોપકાર પરિપૂર્ણ પરોપકાર નથી. તો પછી વાસ્તવિક પરોપકાર શું છે? તે બતાવતાં ગ્રંથકાર કહે છે આલોક અને પરલોકમાં અભયકરણ સિવાય અન્ય કોઈ પરોપકાર નથી; અને મુનિઓ સર્વ જીવોને કોઈ જાતની પીડા કરતા નથી, તેથી મુનિ સર્વ જીવોને આલોકમાં અભય કરવા દ્વારા પરોપકાર કરે છે અને યોગ્ય જીવોને સન્માર્ગ બતાવીને પરલોકમાં પણ અભયં કરવા દ્વારા પરોપકાર કરે છે; કેમ કે મુનિ દ્વારા બનાવાયેલ સન્માર્ગને પામીને યોગ્ય જીવો દુઃખની પરંપરા પ્રાપ્ત કરતા નથી, તેથી મુનિના બળથી પરલોકમાં પણ યોગ્ય જીવોને અભયની પ્રાપ્તિ થઈ શકે છે. - જ્યારે ગૃહસ્થ તો તુચ્છ એવું ધન કે આહારાદિ આપીને પરનો ક્ષણિક ઉપકાર કરી શકે, તોપણ સંસારની વ્યવસ્થા એવી છે કે કોઈપણ પ્રવૃત્તિ કરતાં ઘણા જીવોનો સંહાર થાય અને તે સંહારથી ઘણા જીવોને ભયની પ્રાપ્તિ થાય. આથી પરલોકના વિષયમાં પણ મુનિ જેવો શ્રેષ્ઠ પરોપકાર સારા પણ ધર્મી ગૃહસ્થ કરી શકતા નથી. હવે સર્વ ઉપકારમાં આ અભયકરણ જ શ્રેષ્ઠ ઉપકાર છે, તે વાત ચોરના દૃષ્ટાંતથી ગ્રંથકાર આગળની બે ગાથામાં બતાવવાના છે. ll૨૨૨ા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352