Book Title: Panchvastuk Prakaran Part 01
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 349
________________ પ્રવ્રજ્યાવિધાનવસ્તુક / ગાથા ૨૨૮ ૩૨૨ ભાવાર્થ : પ્રવ્રજ્યાવિધાન નામની પ્રથમ વસ્તુનું નિગમન કરતાં ગ્રંથકાર કહે છે કે આગળમાં કથન કર્યું એ રીતે પ્રવ્રજ્યાની વિધિ સંક્ષેપથી વર્ણવાઇ. આનાથી એ ફલિત થાય કે પ્રવ્રજ્યાની વિધિ ઘણી વિસ્તારવાળી છે, છતાં દીક્ષા લેવા માટે ઉપયોગી વિધિ ગ્રંથકારે અહીં સંક્ષેપથી કહી છે. વળી પ્રથમ વસ્તુ સાથે બીજી વસ્તુનો સંબંધ જોડવા માટે ગ્રંથકાર કહે છે કે પ્રવ્રજ્યાની યથોક્ત વિધિથી પ્રવ્રુજિત થયેલ સાધુઓ સંબંધી જ પડિલેહણ વગેરે પ્રતિદિન કરવાની ક્રિયાને હું હવે પછી કહીશ. ૨૨૮॥ ॥ प्रव्रज्याविधानद्वारं समाप्तम् ॥ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 347 348 349 350 351 352