Book Title: Panchvastuk Prakaran Part 01
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 318
________________ પ્રવજ્યાવિધાનવસ્તક | ‘કથી હાર | ગાથા ૨૦૦ ૨૯૧ ટીકા : ___केचित् प्राणिनोऽविद्यागृहीताः=अज्ञानेनाभिभूताः हिंसादिभिः करणभूतैः, आदिशब्दादनृतसम्भाषणादिपरिग्रहः, सुखं - विषयोपभोगलक्षणं प्रसाधयन्त्यात्मनः उपभोगतया, नान्य इति न पुनरन्ये प्रसाधयन्ति, अपि तु तेन विनैव तिष्ठन्ति, न च त एवंभूता विवेकिनः सुखभोगरहिता अपि (ए)तान्=हिंसादिभिः सुखप्रसाधकान् प्रतीत्य आश्रित्य युक्ता अपुण्या इति, तेषां हि विपाकदारुणे प्रवृत्तत्वात्, परस्यापि सिद्धमेतदिति गाथार्थः॥ २०७॥ * “સુરકુમોદિતા માં ' થી એ કહેવું છે કે સુખ-ભોગથી રહિત ન હોય એવા વિવેકી સાધુઓ તો અપુણ્યવાળા કહેવા યુક્ત નથી, પરંતુ સુખ-ભોગથી રહિત પણ વિવેકી સાધુઓ અપુણ્યવાળા કહેવા યુક્ત નથી. * “પરસ્થાપિ' માં “પિ' થી એ જણાવવું છે કે હિંસાદિનો વિપાક દારુણ છે એ વાત સ્વનેકગ્રંથકારને, તો સિદ્ધ છે, પરંતુ પરને પણ પૂર્વપક્ષને પણ, સિદ્ધ છે. ટીકાર્ય : અવિદ્યાથી ગ્રહણ કરાયેલા અજ્ઞાનથી અભિભૂત એવા, કેટલાક પ્રાણીઓ=સંસારી જીવો, કરણભૂત એવા હિંસાદિ દ્વારા વિષયના ઉપભોગસ્વરૂપ સુખને પોતાના ઉપભોગપણારૂપે સાધે છે= મેળવે છે, અન્યો નહીં વળી અન્યો સાધતા નથી અર્થાત્ સંસારી જીવોથી અન્ય એવા સાધુઓ હિંસાદિ દ્વારા સુખ મેળવતા નથી, પરંતુ તેના વિના જ=સુખ વગર જ, રહે છે. અને સુખ-ભોગથી રહિત પણ આવા પ્રકારના= હિંસાદિ દ્વારા સુખ નહીં સાધનારા, વિવેજ્વાળા તેઓ-સાધુઓ, આમને-હિંસાદિ દ્વારા સુખને સાધનારા જીવોને, આશ્રયીને અપુણ્યવાળા કહેવા યુક્ત નથી; કેમ કે તેઓનું =હિંસાદિ દ્વારા સુખને સાધનારા જીવોનું, ખરેખર વિપાકથી દારુણમાં ફળથી ભયંકર એવા હિંસાદિમાં, પ્રવૃત્તપણું છે; આ=હિંસાદિરૂપ આરંભ-સમારંભ દ્વારા સધાયેલા સુખનો વિપાક દારુણ છે એ કથન, પરને પણ=પૂર્વપક્ષને પણ, સિદ્ધ છે=માન્ય છે. “હિંસરિઃિ ' માં આવિ શબ્દથી જૂઠું બોલવું વગેરે અન્ય ચાર અવતોનો પરિગ્રહ છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : સંસારી જીવોમાંથી પણ કેટલાક જીવો અજ્ઞાનથી અભિભૂત હોય છે. આથી તેઓ માને છે કે સુખપ્રાપ્તિનો ઉપાય ભૌતિક ભોગસામગ્રી છે, માટે તેઓ ભૌતિક વિષયસુખનાં સાધનભૂત એવાં હિંસાદિ પાપો કરીને ભૌતિક સુખો મેળવે છે; જ્યારે તેઓથી અન્ય એવા વિવેકસંપન્ન સાધુઓ હિંસાદિ દ્વારા ભોગોને મેળવતા નથી, પરંતુ હિંસાદિરૂપ આરંભ કર્યા વગર જ જીવે છે; અને આવા પ્રકારના વિવેકી સાધુઓ સુખ-ભોગ વગરના હોવા છતાં પણ, હિંસાદિ પાપો કરીને સુખ મેળવનારા સંસારી જીવોની અપેક્ષાએ પુણ્ય વગરના છે એમ કહેવું યુક્ત નથી; કેમ કે હિંસાદિ કરનારા એવા અજ્ઞાનથી છવાયેલા સંસારી જીવો વર્તમાનમાં જે ભૌતિક સુખોનો ભોગવટો કરે છે, તે વિપાકથી દારુણ છે. તેથી ખરેખર Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352