Book Title: Panchvastuk Prakaran Part 01
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 326
________________ ૨૯૯ પ્રવજ્યાવિધાનવસ્તક / “કઈ દ્વાર | ગાથા ૨૧૨ ગાથાર્થ : પૂર્વગાથામાં વ્યાધિના દેખંતથી બતાવ્યું એ રીતે, ભગવાનની આજ્ઞાના પાલન દ્વારા ચારિત્રના અતિશયને બતાડતા એવા સુધાદિ પણ શુદ્ધભાવવાળા મુનિની વૃતિને જ કરે છે. ટીકા : इय = एवमेतेऽपिचक्षुदादयो मुनेः कुर्वन्ति धृतिमेव, नतुदुःखं,शुद्धभावस्य रागादिविरहितस्य, किं दर्शयन्तः? इत्याह-गुर्वाज्ञासम्पादनेन यश्चरणातिशयः संसारासारतापरिणत्या शुभाध्यवसायादिः,तदतिशयं निदर्शयन्तः सन्त इति गाथार्थः॥ २१२॥ * “ભુવાક્યો માં મર પદથી તૃષા, પરિષહ, ઉપસર્ગનો સંગ્રહ છે. * “મધ્યવસાયઃ” માં માત્ર શબ્દથી શુભધ્યાન, શુભલેશ્યા, શુભઆચરણાનો સંગ્રહ છે. ટીકાર્થ : અને આ રીતે=જે રીતે વ્યાધિના ક્ષયના હેતુભૂત કડવાં ઔષધો પણ જનની વૃતિને કરે છે એ રીતે, આ પણ=સુધાદિ પણ, શુદ્ધભાવવાળા=રાગાદિથી રહિત એવા, મુનિની ધૃતિને જ કરે છે, પરંતુ દુઃખને નહીં. શું દર્શાવતા એવા સુધાદિ મુનિની કૃતિને કરે છે? એથી કહે છે ગુરુની આજ્ઞાના સંપાદન દ્વારા સંસારની અસારતાની પરિણતિને કારણે શુભ અધ્યવસાયાદિરૂપ જે ચરણનો=ચારિત્રનો, અતિશય થાય છે, તે અતિશયને દર્શાવતા છતા સુધાદિ મુનિની વૃતિને જ કરે છે એમ અન્વય છે. એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : - શરીરની અનુકૂળતા કે પ્રતિકૂળતા પ્રત્યે રાગાદિ ભાવો વગરના અને સંસારથી પાર પામવાના જ એક બદ્ધઅભિલાષવાળા મુનિઓ નિર્દોષ ભિક્ષામાં યત્ન કરે છે, અને ભગવાનની આજ્ઞાના પાલનને કારણે તેઓ ચારિત્રના અતિશયને પ્રાપ્ત કરે છે, તેથી ચિત્ત વિશેષ નિર્લેપ બને છે. આ પ્રકારે નિર્લેપભાવની વૃદ્ધિના અનુભવનું કારણ ભગવાનના વચનાનુસાર સુધા-તૃષાદિ પ્રત્યેની મુનિઓની ઉપેક્ષા છે. તેથી મુનિઓને દેખાતું હોય છે કે જેમ જેમ અમે ભગવાનના વચનાનુસાર ક્ષુધાતૃષાદિ વેઠીએ છીએ, તેમ તેમ અમારું ભાવઆરોગ્ય વધતું જાય છે. આથી મુનિઓ ધૃતિપૂર્વક સુધાદિ વેઠે છે, છતાં તે સુધાદિ તેઓ માટે દુઃખરૂપ બનતાં નથી, પરંતુ ભાવઆરોગ્યની વૃદ્ધિનું જ કારણ બને છે. ર૧રો. અવતરણિકા : પૂર્વગાથામાં કહ્યું કે શુદ્ધભાવવાળા મુનિને સુધાદિ પણ ધૃતિને કરે છે, પરંતુ દુઃખ પેદા કરતા નથી. ત્યાં પ્રશ્ન થાય કે સુધાદિ અતિશયિત થાય છે ત્યારે ગમે તેવા સુખી માણસને પણ અવશ્ય પીડા થાય છે; અને કહેવાય પણ છે કે “ક્ષુધા જેવી કોઈ વેદના નથી,” તેથી શુદ્ધભાવવાળા પણ મુનિને અતિશયિત થયેલ સુધાદિ અવશ્ય આર્તધ્યાનનું કારણ બનશે. તે શંકાના નિવારણ માટે કહે છે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352