Book Title: Panchvastuk Prakaran Part 01
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 331
________________ ૩૦૪ પ્રવજ્યાવિધાનવસ્તુક | ‘કર્થ' દ્વાર | ગાથા ૨૧૫ ટીકા : देहेऽप्यप्रतिबद्धो यो विवेकात् स ग्रहणं करोत्यन्नस्य ओदनादेविहितानुष्ठानं (? इदं) इति, न तु लोभाद्, यतश्चैवमतः कथमसौ पापविषयः? इति नैव पापविषयः, एतेन 'कथं न पापविषय' इत्येतत् प्रत्युक्तमिति ગાથાર્થ: પારો નોંધ : મૂળગાથામાં વિશિમાકુvrfમન તિ છે, તેથી ટીકામાં પણ વિહિતાલુકાનમિતિ ને સ્થાને વિહિતાલુકાનમમિતિ હોવું જોઇએ. * “હેપ" માં ‘પ' થી એ સ્થાપન કરવું છે કે સાધુ આહારાદિમાં તો અપ્રતિબદ્ધ છે, પરંતુ દેહમાં પણ અપ્રતિબદ્ધ છે. ટીકાર્ય : દેહમાં પણ જે પ્રતિબદ્ધ છે તે સાધુ, “આ વિહિત અનુષ્ઠાન છે, એથી ઓદનાદિ અનનું વિવેકથી ગ્રહણ કરે છે, પરંતુ લોભથી નહીં; અને જે કારણથી આમ છે = “આવિહિત અનુષ્ઠાન છે એથી સાધુ અન્નનું ગ્રહણ કરે છે એમ છે, આથી આ = સાધુ, કેવી રીતે પાપનો વિષય થાય? અર્થાત્ પાપનો વિષય ન જ થાય. આના દ્વારા = ગાથા-૨૦૮ થી ૨૧૫ ના કથન દ્વારા, “સાધુ કેવી રીતે પાપનો વિષય નહીં થાય?” એ પ્રકારનું આ = ગાથા-૧૮૨ માં પૂર્વપક્ષીએ કરેલ કથન, પ્રત્યુક્ત = ઉત્તર અપાયેલું, થાય છે. એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : ગાથા-૨૦૮ થી ૨૧૫માં ગ્રંથકારે સ્થાપન કર્યું કે મુનિ અવકાશથી રહિત હોય અને સુધા-તૃષા સહન કરતા, તોપણ ભાવરોગના શમનને કારણે મુનિને સુખનો અનુભવ થાય છે. આમ છતાં વિવેકવાળા મુનિ જાણતા હોય છે કે હજી નિઃસ્પૃહતા વધારવા માટે સાધના અતિ આવશ્યક છે, અને તે સાધના આ દેહથી થઈ શકે છે; કેમ કે આ દેહનો પાત થાય તો દેવભવની પ્રાપ્તિ થવાથી સંયમની વિશેષ સાધનાનો અવરોધ થાય. આથી ભગવાને જેમ સુધા-તૃષાદિ સહન કરવાનું કહ્યું છે, તેમ સંયમની વૃદ્ધિ માટે આહારાદિ ગ્રહણ કરવાનું પણ કહ્યું છે. તેથી વિવેકવાળા મુનિ જાણે છે કે સાધના માટે ભિક્ષા ગ્રહણ કરવી તે વિહિતાનુષ્ઠાન છે અર્થાત્ ભગવાન દ્વારા વિધાન કરાયેલ પ્રવૃત્તિ છે. તેથી દેહમાં પણ પ્રતિબંધ વગર મુનિ ઓદનાદિ અન્નને ગ્રહણ કરે છે અને અન્નને પ્રતિબંધ વગર વાપરીને પુષ્ટ બનેલા દેહ દ્વારા વિશેષ આરાધના કરે છે, જેથી મુનિના ભાવઆરોગ્યની વૃદ્ધિ થાય છે. આ રીતે મુનિને આહારાદિની પ્રાપ્તિ ન થાય ત્યારે સુધાદિ સહન કરવાથી ભાવઆરોગ્યની વૃદ્ધિ થાય છે અને આહારાદિની પ્રાપ્તિ થાય ત્યારે પણ પુષ્ટ બનેલા દેહ દ્વારા ધ્યાનાદિમાં વિશેષ યત્ન થાય છે, જેથી ઉપશમનું સુખ વિશેષ-વિશેષતર વધે છે. તેથી ગૃહવાસનો ત્યાગ કરનાર મુનિ કઈ રીતે પાપનો Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352