Book Title: Panchvastuk Prakaran Part 01
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 328
________________ પ્રવજ્યાવિધાનવસ્તુક | ‘કર્થ' દ્વાર | ગાથા ૨૧૩ ૩૦૧ પ્રવ્રજિતને ધર્મ સિદ્ધ કરવાની એકમતિ હોય છે. તેથી સર્વ ઉચિત પ્રવૃત્તિઓમાં તે માયા વગર નિર્ણય કરે છે અને પોતાના હિતને અનુકૂળ શાસ્ત્રની આજ્ઞાને યોજવામાં માયા વગર પ્રયત્ન કરે છે. આવા સાધુ સંયમવૃદ્ધિ અર્થે ભિક્ષાટન કરે છે, ત્યારે ધર્મના પ્રભાવથી તેમને પ્રાયઃ કરીને સંયમની પુષ્ટિ કરે તેવી નિર્દોષ ભિક્ષાદિ મળી જાય છે. તેથી મુનિને સુધાદિ સહન કરવા માટે પ્રાયઃ કરીને વિકલ્પ ઊઠતો નથી. આશય એ છે કે ધર્મની સાધના કરવા માટે સાધુને આહારાદિ ગ્રહણ કરવાં આવશ્યક લાગે, ત્યારે ભિક્ષા મળશે તો સંયમવૃદ્ધિ થશે અને નહીં મળે તો તપોવૃદ્ધિ થશે” એ પ્રકારના અધ્યવસાયપૂર્વક સાધુ ભિક્ષા મેળવવા અર્થે યત્ન કરે છે અને ધર્મના પ્રભાવથી સંયમને ઉપખંભક એવા દેહને અનુકૂળ નિર્દોષ આહાર વગેરે પ્રાયઃ તેને મળી પણ જાય છે; છતાં પ્રબળ અંતરાયકર્મના ઉદયથી ધર્મ સાધવાની મતિવાળા પણ કોઈક સાધુને નિર્દોષ ભિક્ષાદિ પ્રાપ્ત ન થાય તો તેઓ જિનાજ્ઞાનુસારે સુધાદિ સહન કરીને તપની વૃદ્ધિ કરે છે. અહીં શંકા થાય કે ભિક્ષાટન કરવા છતાં પણ નિર્દોષ ભિક્ષાદિ પ્રાપ્ત નથી થતા તેવા સાધુઓને ક્યારેક અતિશય સુધાદિની વેદના થાય તો આર્તધ્યાન થવાનો પણ સંભવ રહે છે; જયારે ગૃહવાસમાં તો સુધાદિની વેદના નિવારીને ફરી ધર્મની સાધના કરી શકાય છે. માટે ગૃહવાસમાં ધર્મ સાધી શકાય, તેવી શંકાના પરિહાર માટે ગ્રંથકાર કહે છે સમાધિનો પ્રશ્ન થાય અથવા સંયમવૃદ્ધિનો પ્રશ્ન થાય ત્યારે ધર્મ સાધવાની મતિવાળા પણ નિર્દોષ ભિક્ષા પ્રાપ્ત નહીં કરનાર સાધુઓ માયા કર્યા વગર શાસ્ત્રોક્ત યતનાપૂર્વક પંચકહાનિથી દોષિત પણ ભિક્ષા ગ્રહણ કરે છે. તેથી આવા સંયમીઓ સમાધિ ટકી શકે તેમ હોય અને નિર્દોષ ભિક્ષા મળે તેમ ન હોય તો ક્ષુધાદિ સહન કરતા હોય છે, તોપણ તેઓના ચિત્તની સ્વસ્થતા વધતી હોય છે અને સમાધિ ટકી શકે તેમ ન હોય અને નિર્દોષ ભિક્ષા ન મળે તો અપવાદથી દોષિત ભિક્ષા ગ્રહણ કરતા હોય તોપણ રાગાદિથી આકુળ ન હોવાથી તેઓના ચિત્તની સ્વસ્થતા વધતી હોય. આથી મુનિની શારીરિક સ્થિતિ એવી હોવાને કારણે સુધાદિ સહન કરવાથી મોહનો ઉપશમ થતો ન હોય કે દેહનું રક્ષણ થતું ન હોય તો મુનિ સુધાદિ સહન કરતા નથી, પરંતુ અપવાદ સેવીને પણ સુધાદિનું શમન કરે છે, અને સુધાદિ સહન કરવાથી મોહના ઉપશમાદિ થતા હોય તો સુધાદિ સહન કરે છે; અને સુધાદિના નિવર્તન દ્વારા સ્વાધ્યાયાદિથી ચિત્તની વિશુદ્ધિ થતી જણાય ત્યારે મુનિઓ સુધાદિના નિવર્તનપૂર્વક સ્વાધ્યાયાદિમાં યત્ન કરે છે; જે કારણથી શાસ્ત્રમાં કહેવાયું છે. શું કહેવાયું છે? તે વાત ગ્રંથકાર સ્વય ગાથા-૨૧૪માં કરશે. અહીં પ્રય "શબ્દનું તાત્પર્ય એ છે કે જ્યાં સુધી શરીર ધર્મની સાધનાને અનુકૂળ વર્તતું હોય ત્યાં સુધી સુધાદિને વિકલ્પ સહન કરવાનાં છે; પરંતુ શરીર સાધનાને અનુકૂળ ન રહ્યું હોય અથવા તો આયુષ્ય અલ્પ રહ્યું હોય અથવા તો દુષ્કાળાદિને કારણે સંયમની આરાધના નિર્દોષ ભિક્ષાપૂર્વક અશક્ય દેખાતી હોય તો, મહાત્માઓ પ્રાણ નાશ થાય ત્યાં સુધી વિકલ્પ વગર સુધાદિ સહન કરે છે. તેના વ્યવચ્છેદ અર્થે પ્રાયઃ શબ્દ મૂકેલો છે. ૨૧૩ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352