Book Title: Panchvastuk Prakaran Part 01
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga
View full book text
________________
પ્રવજ્યાવિધાનવસ્તુક | “કર્થ' દ્વાર | ગાથા ૨૦૬
૨૮૯
અવતરણિકા :
ગાથા-૧૮૦ ના ઉત્તરાર્ધમાં પૂર્વપક્ષીએ કહેલ કે પૂર્વભવમાં દાન આપ્યું નથી, એથી સાધુઓ શીતોદકાદિના ભોગને કરતા નથી. તે કથનનું ખંડન ગ્રંથકારે ગાથા-૨૦૩થી શરૂ કરેલ, હવે તેનું નિગમન કરતાં કહે છે
ગાથા :
तम्हा अगारवासं पुन्नाओ परिच्चयंति धिइमंता। सीओदगाइभोगं विवागकडुअंति न करिति ॥२०६॥
અન્વયાર્થ :
તષ્ફી તે કારણથીeગૃહવાસમાં આરંભ અને પરિગ્રહથી સંક્લેશાદિ દોષો થાય છે તે કારણથી, fધરૂવંતા=વૃતિમાન પુરુષો પુત્ર=પુણ્યથી મારવાસં=અંગારવાસને પરિત્રયંતિ=પરિત્યજે છે (અને) વિવાદુ વિ=વિપાકથી કટુક છે, એથી સીમોલ રૂમમાં શીત ઉદકાદિના ભોગને જ વેરિતિ કરતા નથી. ગાથાર્થ :
ગ્રહવાસમાં આરંભ અને પરિગ્રહથી સંક્લેશાદિ દોષો થાય છે, તે કારણથી ધૃતિમાન પુરુષો પુચના ઉદયથી ગૃહવાસને છોડે છે અને વિપાકથી કડવા છે એથી શીત ઉદકાદિના ભોગોને ભોગવતા નથી.
ટીકા :
यस्मादेवं तस्मादगारवासं निगडबन्धवत् पुण्यात् परित्यजन्ति धृतिमन्तः, परित्यक्ते तस्मिन् सुखभावात्, शीतोदकादिभोगं विषान्नभोगवद्विपाककटुकमितिकृत्वा न कुर्वन्ति तपस्विन इति गाथार्थः॥२०६॥ ટીકાર્ય :
જે કારણથી આમ છેઃગ્રહવાસમાં આરંભ-પરિગ્રહ હોવાથી સંક્લેશાદિ દોષો થાય છે એમ છે, તે કારણથી ધૃતિવાળા સાધુઓ સાંકળના બંધન જેવા અગારવાસને પુણ્યથી ત્યજે છે; કેમ કે તે પરિત્યક્ત થયે છતે સુખનો ભાવ છે અર્થાત્ અગારવાસ ત્યજાયે છતે સુખ થાય છે.
બેડીના બંધન જેવો હોવાથી ગૃહવાસનો ત્યાગ ભલે પુણ્યના ઉદયથી થાય છે, પરંતુ સંયમજીવનમાં શીતળ જળ વગેરે ભોગની અપ્રાપ્તિ થાય છે, એ તો પાપના ઉદયથી છે ને ! એ પ્રકારના પ્રશ્નનો ગાથાના ઉત્તરાર્ધમાં ઉત્તર આપે છે
વિષથી યુક્ત અન્નના ભોગની જેમ વિપાકથી કટુ છે, એથી કરીને તપસ્વી એવા સાધુઓ શીતોદકાદિના ભોગને કરતા નથી, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ :
પૂર્વગાથામાં સ્થાપન કર્યું કે ગૃહવાસમાં આરંભ-પરિગ્રહ હોવાથી સંક્લેશાદિ દોષો થાય છે, તેથી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352