Book Title: Panchvastuk Prakaran Part 01
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 320
________________ ૨૯૩ પ્રવજ્યાવિધાનવસ્તુક | ‘કર્થ' દ્વાર | ગાથા ૨૦૮ રિત્તિ =ચારિત્રીઓ સુત્ત = સૂત્રથી = આગમાનુસારે, કં વિ= જે જે ચેષ્ટાને કુiતિ = કરે છે, સી સા=તે તે નિVIમય= જિનને અનુમત છે. ગાથાર્થ : ગૃહવાસનો ત્યાગ કરીને ચારિત્રના પાલન માટે ચારિત્રવાળા સાધુઓ આગમાનુસારે જે જે ચેષ્ટા કરે છે, તે તે ચેષ્ટા ભગવાનને અનુમત છે. ટીકા : त्यक्त्वाऽगारवासं द्रव्यतो भावतश्च चारित्रिणः सन्तः तस्य चारित्रस्य पालनाहेतोः पालननिमित्तं यां यां कुर्वन्ति चेष्टां-देवकुलवासादिलक्षणां सूत्राद्-आगमानुसारेण सा सा जिनानुमता, गुर्वनुमतपालनंच सुखायैवेति માથાર્થ ર૦૮ * “રેવતવારિ" માં મારિ પદથી તે તે સ્થાનમાં રહીને ઉચિત એવી નિર્દોષ ભિક્ષાચર્યાદિ સાધ્વાચારની સર્વ ચેષ્ટાઓનું ગ્રહણ છે. ટીકાર્ય : દ્રવ્યથી અને ભાવથી અગારવાસને ત્યજીને ચારિત્રવાળા છતા સાધુઓ, તેની = ચારિત્રની, પાલનાના હેતુથી = પાલનના નિમિત્તે, સૂત્રથી = આગમના અનુસારથી, દેવકુલમાં વાસાદિસ્વરૂપ જે જે ચેષ્ટાને કરે છે, તે તે ચેા જિનને અનુમત છે; અને ગુરુના અનુમતનું પાલન = ગુરુભૂત એવા જિનને માન્ય એવી ચેષ્ટાનું પાલન, ચારિત્રીઓને સુખ માટે જ થાય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : ગાથા-૧૮૨ માં પૂર્વપક્ષીએ કહેલું કે ગૃહવાસનો ત્યાગ કરાય છતે આશ્રય વગરના, ક્ષુધા-તૃષાવાળા, ભટકતા એવા સાધુ પાપનો વિષય કેવી રીતે ન થાય? અર્થાત્ થાય. તેનું નિરાકરણ કરતાં ગ્રંથકાર કહે છે કે દ્રવ્યથી અને ભાવથી ગૃહવાસનો ત્યાગ કરીને ચારિત્રવાન થયેલા સાધુઓ ચારિત્રના પાલન માટે આગમાનુસારે સાધુને રહેવા યોગ્ય સ્થાનોમાં વસવા વગેરે રૂપ જે જે ક્રિયાઓ કરે છે, તે તે સર્વ ક્રિયાઓ ભગવાનને અનુમત છે, અને ગુણસંપન્ન જીવોને પોતાના ગુરુભૂત એવા ભગવાનને અનુમત એવી ક્રિયાનું પાલન સુખને માટે જ થાય છે; કેમ કે તેમને ભગવાનનું વચન પ્રિય હોય છે. જે પ્રવૃત્તિ જેને અપ્રિય હોય તે પ્રવૃત્તિ કરવાથી તે જીવને ક્લેશનો અનુભવ થાય, પરંતુ જીવને સર્વ પ્રવૃત્તિથી ક્લેશનો અનુભવ થતો નથી. જેમ સંસારી જીવોને હરવા-ફરવા આદિની ક્રિયાઓ પ્રિય હોય છે, તેથી તેઓને તે તે ક્રિયાઓ કરવામાં ક્લેશનો અનુભવ થતો નથી, પરંતુ સુખનો અનુભવ થાય છે; તેમ ગુણસંપન્ન જીવોને ગુણવાન એવા ભગવાનના વચનનું સેવન પ્રિય હોય છે; તેથી તેઓને જિનવચનાનુસાર તે તે ચેષ્ટાઓ કરવામાં ક્લેશનો અનુભવ થતો નથી, પરંતુ સુખનો અનુભવ થાય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352