Book Title: Panchvastuk Prakaran Part 01
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 310
________________ ૨૮૩ પ્રવજ્યાવિધાનવસ્તુક | ‘કર્થ' દ્વાર | ગાથા ૨૦૩ तथा = तेन प्रकारेणान्यानुपादानलक्षणेन कर्मक्षयहेतुः वेदना तथाविधात्मपरिणामरूपाऽनपायिनी पुण्यानिर्दिष्टा, तत्त्वतः पुण्यफलमेवंविधेति गाथार्थः॥२०३॥ ટીકાર્ય તે કારણથી = જે કારણથી પ્રવૃતિને અનુત્તરવાસી દેવો કરતાં પણ અધિક સુખ થાય છે તે કારણથી, જ્ઞાતતત્ત્વવાળા મોહરહિતોને તે પ્રકારનું = પ્રશમ સુખનો અનુભવ કરાવે તે પ્રકારનું, આલ્હાદક એવું ધર્મધ્યાન હોતે છતે, અન્યના અનુપાદાનના લક્ષણ =નવા કર્મોના અગ્રહણના સ્વરૂપ, એવા તે પ્રકારથી કર્મક્ષયનો હેતુ, તેવા પ્રકારના આત્માના પરિણામરૂપ, અપાય વગરની, નિરભિવંગ = સર્વત્ર આશંસાથી મુકાયેલી, એવી વેદના પુણ્યથી નિર્દેશાયેલી છે અર્થાત્ તત્ત્વથી આવા પ્રકારવાળી વેદના પુણ્યનું ફળ છે. એ પ્રમાણે ગાથાનો અર્થ છે. * અહીં “વેદના” શબ્દથી જીવને થતી પીડા ગ્રહણ કરવાની નથી, પણ જીવના પરિણામરૂપ સંવેદના ગ્રહણ કરવાની છે. ભાવાર્થ : ગાથા-૨૦૦-૨૦૧ માં બતાવ્યું કે પ્રવ્રજિતને દીક્ષા ગ્રહણથી માંડીને અતિશય સુખરૂપ વધતી જતી તેજોલેશ્યા દેવો કરતાં પણ અધિક હોય છે તે કારણથી શાસ્ત્રના પદાર્થો જેમણે જાણ્યા છે અને આથી શરીરની અનુકૂળતા પ્રત્યે કે ભૌતિક પદાર્થો પ્રત્યે જેઓને મોહ રહ્યો નથી તેવા મુનિઓને, સંસારી જીવોને ભોગસુખ ભોગવતી વખતે જે આહ્લાદ થાય છે તેના કરતાં ઘણું અતિશયિત આહલાદક અને મોક્ષના આંશિક સુખનું વેદન કરાવે તેવું ધર્મધ્યાન પ્રગટે છે, અને તે ધર્મધ્યાનની સંવેદના અને સંયમજીવનની કષ્ટમય પ્રવૃત્તિની સંવેદના સંક્લેશરહિત હોય છે, ઉપશમભાવરૂપ પરિણામના સંવેદનસ્વરૂપ હોય છે અને જીવને સંક્લેશ કરાવે તેવા અનર્થ વગરની હોય છે. વળી, સંયમજીવનની આ વેદનાકાળમાં મુનિને સંસાર સંબંધી કોઇપણ પદાર્થમાં આશંસા હોતી નથી, તેથી આ વેદના જે પ્રકારે નવો કોઈ કર્મબંધ ન થાય તે પ્રકારના કર્મક્ષયનું કારણ છે; અને આ વેદના પુણ્યાનુબંધી પુણ્યના ફળરૂપ છે અર્થાત્ ભૂતકાળમાં સારો ધર્મ કર્યો હોય તો તેનાથી તુચ્છ અને નિસ્સાર ભોગો છોડીને આત્માના ગુણો વિકસાવવાનો પરિણામ થાય છે અને સદા ધર્મધ્યાનાદિ દ્વારા ઉત્તમ ભાવોનું વેદન કરાવે તેવું સંવેદન પ્રગટે છે, જે સંવેદન ભૂતકાળમાં કરેલા પુણ્યનું ફળ છે અને ભાવિની પુણ્યની પરંપરાનું કારણ છે. આવા પ્રકારની વેદના તત્ત્વથી પુણ્યનું ફળ છે,” એ કથનનો આશય એ છે કે સંસારમાં પુણ્યના ઉદયથી પ્રાપ્ત થયેલી ભૌતિક ભોગસામગ્રીમાં સંસારી જીવનું ચિત્ત આસક્તિનો અનુભવ કરે છે, જે ક્લેશરૂપ છે, માટે પરમાર્થથી તે ભોગસામગ્રી પુણ્યનું ફળ નથી; કેમ કે જે સંક્લેશથી જ અનુભવાય છે તે પાપ છે. જયારે અસંક્લિષ્ટ પરિણામના વેદનરૂપ મુનિનું સુખ પુણ્યનું ફળ છે; કેમ કે તે અસંક્લેશથી અનુભવાય છે, માટે નિશ્ચયનય આવી ઉત્તમ વેદનાને પુણ્યનું ફળ કહે છે.૨૦૩ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352