________________
કહાનજૈનશાસ્ત્રમાળા] વ્યવહારચારિત્ર અધિકાર
[ ૧૧૭ अत्रेर्यासमितिस्वरूपमुक्तम्।
यः परमसंयमी गुरुदेवयात्रादिप्रशस्तप्रयोजनमुद्दिश्यैकयुगप्रमाणं मार्गम् अवलोकयन् स्थावरजंगमप्राणिपरिरक्षार्थं दिवैव गच्छति, तस्य खलु परमश्रमणस्येर्यासमितिर्भवति। व्यवहारसमितिस्वरूपमुक्तम्। इदानीं निश्चयसमितिस्वरूपमुच्यते। अभेदानुपचाररत्नत्रयमार्गेण परमधर्मिणमात्मानं सम्यग् इता परिणतिः समितिः। अथवा निजपरमतत्त्वनिरतसहजपरमबोधादिपरमधर्माणां संहतिः समितिः। इति निश्चयव्यवहारसमितिभेदं बुद्ध्वा तत्र परमनिश्चयसमितिमुपयातु भव्य इति। [તો તેને ફિંમતિ ] ઈર્યાસમિતિ [મવેત્ ] હોય છે.
ટીકા :–અહીં (આ ગાથામાં) ઈર્યાસમિતિનું સ્વરૂપ કહ્યર્ડ છે.
જે *પરમસંયમી ગુરુયાત્રા (ગુરુ પાસે જવું), દેવયાત્રા (દેવ પાસે જવું) વગેરે પ્રશસ્ત પ્રયોજનનો ઉદેશ રાખીને એક ધોસરા જેટલો માર્ગ જોતો જોતો સ્થાવર તથા જંગમ પ્રાણીઓની પરિરક્ષા (સમસ્ત પ્રકારે રક્ષા) અર્થે દિવસે જ ચાલે છે, તે પરમશ્રમણને ઈર્યાસમિતિ હોય છે. (આ પ્રમાણે) વ્યવહારસમિતિનું સ્વરૂપ કહેવામાં આવ્યું.
હવે નિશ્ચયસમિતિનું સ્વરૂપ કહેવામાં આવે છે : અભેદઅનુપચારરત્નત્રયરૂપી માર્ગો પરમધર્મી એવા (પોતાના) આત્મા પ્રત્યે સમ્યકુ ઇતિ' (ગતિ) અર્થાતુ પરિણતિ તે સમિતિ છે; અથવા, નિજ પરમતત્વમાં લીન સહજ પરમજ્ઞાનાદિક પરમધર્મોની સંપતિ (મિલન, સંગઠન) તે સમિતિ છે.
આ પ્રમાણે નિશ્ચય અને વ્યવહારરૂપ સમિતિભેદો જાણીને તેમાં તે બેમાંથી) પરમનિશ્ચયસમિતિને ભવ્ય જીવ પ્રાપ્ત કરો.
| [હવે ૬૧મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ ચાર શ્લોક કહે
* પરમસંયમી મુનિને (અર્થાત્ મુનિયોગ્ય શુદ્ધપરિણતિવાળા મુનિને) શુદ્ધપરિણતિની સાથે વર્તતો
જે (હઠ વગરનો) ઈર્યાસંબંધી (ગમનસંબંધી, ચાલવાસંબંધી) શુભોપયોગ તે વ્યવહાર ઈર્યાસમિતિ છે. શુદ્ધપરિણતિ ન હોય ત્યાં શુભોપયોગ હઠ સહિત હોય છે; તે શુભોપયોગ તો વ્યવહાર સમિતિ પણ કહેવાતો નથી. [આ ઈર્યાસમિતિની માફક અન્ય સમિતિઓનું પણ સમજી લેવું.]