Book Title: Niyamsara
Author(s): Kundkundacharya, Himmatlal Jethalal Shah
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 356
________________ કહાનજૈનશાસ્ત્રમાળા] શુદ્ધોપયોગ અધિકાર [ ૩૩૭ तथैव ज्ञानज्ञेयविकल्पाभावात् सोऽयमात्मात्मनि तिष्ठति। हंहो प्राथमिकशिष्य अग्निवदयमात्मा किमचेतनः। किं बहुना। तमात्मानं ज्ञानं न जानाति चेद् देवदत्तरहितपरशुवत् इदं हि नार्थक्रियाकारि, अत एव आत्मनः सकाशाद् व्यतिरिक्तं भवति। तन्न खलु सम्मतं स्वभाववादिनामिति। तथा चोक्तं श्रीगुणभद्रस्वामिभिः "ज्ञानस्वभावः स्यादात्मा स्वभावावाप्तिरच्युतिः। तस्मादच्युतिमाकांक्षन् भावयेज्ज्ञानभावनाम् ॥" તે (વિપરીત વિતર્ક–પ્રાથમિક શિષ્યનો અભિપ્રાય) કયા પ્રકારે છે? (તે આ પ્રકારે છે :–) “પૂર્વોક્તસ્વરૂપ (જ્ઞાનસ્વરૂપ) આત્માને આત્મા ખરેખર જાણતો નથી, સ્વરૂપમાં અવસ્થિત રહે છે (-આત્મામાં માત્ર સ્થિત રહે છે). જેવી રીતે ઉષ્ણતાસ્વરૂપ અગ્નિના સ્વરૂપને (અર્થાતુ અગ્નિને) શું અગ્નિ જાણે છે? (નથી જ જાણતો.) તેવી જ રીતે જ્ઞાનક્ષેય સંબંધી વિકલ્પના અભાવથી આ આત્મા આત્મામાં (મારા) સ્થિત રહે છે (-આત્માને જાણતો નથી).” (ઉપરોક્ત વિતર્કનો ઉત્તર :-) “હે પ્રાથમિક શિષ્ય ! અગ્નિની માફક શું આ આત્મા અચેતન છે (કે જેથી તે પોતાને ન જાણે)? વધારે શું કહેવું? (સંક્ષેપમાં,) જો તે આત્માને જ્ઞાન ન જાણે તો તે જ્ઞાન, દેવદત્ત વિનાની કુહાડીની માફક, *અર્થક્રિયાકારી ના ઠરે, અને તેથી તે આત્માથી ભિન્ન ઠરે ! તે તો (અર્થાત્ જ્ઞાન ને આત્માની સર્વથા ભિન્નતા તો) ખરેખર સ્વભાવવાદીઓને સંમત નથી. માટે ની કર કે જ્ઞાન આત્માને જાણે છે.) એવી રીતે (આચાર્યવર) શ્રી ગુણભદ્રસ્વામીએ (આત્માનુશાસનમાં ૧૭૪મા શ્લોક દ્વારા) કાર્ડ છે કે – [શ્લોકાર્થ –]આત્મા જ્ઞાનસ્વભાવછે; સ્વભાવની પ્રાપ્તિને અશ્રુતિ (અવિનાશી * અર્થક્રિયાકારી = પ્રયોજનભૂત ક્રિયા કરનારું. (જેમ દેવદત્ત વગરની એકલી કુહાડી અર્થક્રિયા –કાપવાની ક્રિયા–કરતી નથી, તેમ જો જ્ઞાન આત્માને જાણતું ન હોય તો જ્ઞાને પણ અર્થક્રિયા –જાણવાની ક્રિયા-નકરી; તેથીજેમઅર્થક્રિયાશૂન્યકુહાડીદેવદત્તથી ભિન્નછે તેમઅર્થક્રિયાશૂન્ય જ્ઞાન આત્માથી ભિન્ન હોવું જોઈએ ! પરંતુ તે તો સ્પષ્ટપણે વિરુદ્ધ છે. માટે જ્ઞાન આત્માને જાણે ૪૩

Loading...

Page Navigation
1 ... 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393