Book Title: Niyamsara
Author(s): Kundkundacharya, Himmatlal Jethalal Shah
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust
View full book text
________________
૩૬૮ ]
નિયમસાર (વસંતતિના)
यावत्सदागतिपथे रुचिरे विरेजे तारागणैः परिवृतं सकलेन्दुबिंबम् । तात्पर्यवृत्तिरपहस्तितहेयवृत्तिः
स्थेयात्सतां विपुलचेतसि तावदेव ॥३११॥
इति सुकविजनपयोजमित्रपंचेन्द्रियप्रसरवर्जितगात्रमात्रपरिग्रह श्रीपद्मप्रभमलधारिदेव विरचितायां नियमसारख्याख्यायां तात्पर्यवृत्तौ शुद्धोपयोगाधिकारो द्वादशमः श्रुतस्कन्धः॥
समाप्ता चेयं तात्पर्यवृत्तिः ।
[શ્લોકાર્થ ઃ—]જ્યાં સુધી તારાગણોથી વિંટળાયેલું પૂર્ણચંદ્રબિંબ ઉજજવળ ગગનમાં વિરાજે (શોભે),બરાબ૨ત્યાં સુધી તાત્પર્યવૃત્તિ (નામનીઆટીકા)—કે જેણે હેય વૃત્તિઓને નિરસ્ત કરી છે (અર્થાત્ જેણે છોડવાયોગ્ય સમસ્ત વિભાવવૃત્તિઓને દૂર ફેંકી દીધી છે) તે—સત્પુરુષોના વિશાળ હૃદયમાં સ્થિત રહો. ૩૧૧.
આ રીતે, સુકવિજનરૂપી કમળોને માટે જેઓ સૂર્ય સમાન છે અને પાંચ ઇન્દ્રિયોના ફેલાવ રહિત દેહમાત્ર જેમને પરિગ્રહ હતો એવા શ્રી પદ્મપ્રભમલધારિદેવ વડે રચાયેલી નિયમસારની તાત્પર્યવૃત્તિ નામની ટીકામાં (અર્થાત્ શ્રીમદ્ભગવકુંદકુંદાચાર્યદેવપ્રણીત શ્રી નિયમસારપરમાગમનીનિગ્રંથમુનિરાજશ્રીપદ્મપ્રભમલધારિદેવવિરચિતતાત્પર્યવૃત્તિનામની ટીકામાં) શુદ્ધોપયોગ અધિકાર નામનો બારમો શ્રુતસ્કંધ સમાપ્ત થયો.
આમ (શ્રીમદ્ભગવકુંદકુંદાચાર્યદેવપ્રણીત શ્રી નિયમસાર પરમાગમની નિગ્રંથ મુનિરાજશ્રીપદ્મપ્રભમલધારિદેવવિરચિત)તાત્પર્યવૃત્તિનામનીસંસ્કૃતટીકાનોશ્રીહિંમતલાલ જેઠાલાલ શાહ કૃત ગુજરાતી અનુવાદ સમાપ્ત થયો.
સમાપ્ત

Page Navigation
1 ... 385 386 387 388 389 390 391 392 393