________________
કહાનજૈનશાસ્ત્રમાળા] શુદ્ધોપયોગ અધિકાર
[ ૩૬૫ शास्त्रनामधेयकथनद्वारेण शास्त्रोपसंहारोपन्यासोऽयम्।
अत्राचार्याः प्रारब्धस्यान्तगमनत्वात् नितरां कृतार्थतां परिप्राप्य निजभावनानिमित्तमशुभवंचनार्थं नियमसाराभिधानं श्रुतं परमाध्यात्मशास्त्रशतकुशलेन मया कृतम्। किं कृत्वा ? पूर्वं ज्ञात्वा अवंचकपरमगुरुप्रसादेन बुद्भवेति। कम् ? जिनोपदेशं वीतरागसर्वज्ञमुखारविन्दविनिर्गतपरमोपदेशम्। तं पुनः किंविशिष्टम् ? पूर्वापरदोषनिर्मुक्तं पूर्वापरदोषहेतुभूतसकलमोहरागद्वेषाभावादाप्तमुखविनिर्गतत्वान्निर्दोषमिति।
किञ्च अस्य खलु निखिलागमार्थसार्थप्रतिपादनसमर्थस्य नियमशब्दसंसूचितविशुद्धमोक्षमार्गस्य अंचितपञ्चास्तिकायपरिसनाथस्य संचितपंचाचारप्रपञ्चस्य षड्द्रव्यविचित्रस्य सप्ततत्त्वनवपदार्थगर्भीकृतस्य पंचभावप्रपंचप्रतिपादनपरायणस्य निश्चयप्रतिक्रमणप्रत्याख्यान
ટીકા –આ, શાસ્ત્રના નામકથન દ્વારા શાસ્ત્રના ઉપસંહાર સંબંધી કથન છે.
અહીં આચાર્યશ્રી (શ્રીમદ્ભગવકુંદકુંદાચાર્યદેવ) પ્રારંભેલા કાર્યના અંતને પહોંચવાથી અત્યંત કૃતાર્થતાને પામીને કહે છે કે સેંકડો પરમઅધ્યાત્મશાસ્ત્રોમાં કુશળ એવા મેં નિજભાવના નિમિત્તે–અશુભવંચનાર્થે નિયમસાર નામનું શાસ્ત્ર કર્યું છે. શું કરીને (આ શાસ્ત્રા કર્યું છે)? પહેલાં *અવંચક પરમ ગુરુના પ્રસાદથી જાણીને. શું જાણીને? જિનોપદેશને અર્થાત્ વીતરાગસર્વજ્ઞના મુખારવિંદથી નીકળેલા પરમ ઉપદેશને. કેવો છે તે ઉપદેશ? પૂર્વાપર દોષ રહિત છે અર્થાત્ પૂર્વાપર દોષના હેતુભૂત સકળ મોહરાગદ્વેષના અભાવને લીધે જે આપ્ત છે તેમના મુખથી નીકળેલો હોવાથી નિર્દોષ છે.
વળી આ શાસ્ત્રના તાત્પર્ય સંબંધી એમ સમજવું કે), જે (નિયમસારશાસ્રા) ખરેખર સમસ્ત આગમના અર્થસમૂહનું પ્રતિપાદન કરવામાં સમર્થ છે, જેણે નિયમશબ્દથી વિશુદ્ધ મોક્ષમાર્ગ સમ્યક્ પ્રકારે દર્શાવ્યો છે, જે શોભિત પંચાસ્તિકાય સહિત છે (અર્થાત્ જેમાં પાંચ અસ્તિકાયનું વર્ણન કરવામાં આવ્યું છે), જેમાં પંચાચારપ્રપંચનો સંચય કરવામાં આવ્યો છે (અર્થાત્ જેમાં જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચારરૂપ પાંચ પ્રકારના આચારનું કથન કરવામાં આવ્યું છે), જે છ દ્રવ્યોથી વિચિત્ર છે (અર્થાત્ જે છ દ્રવ્યોના નિરૂપણથી વિધવિધ પ્રકારનું–સુંદર છે), સાત તત્ત્વો અને નવ પદાર્થો જેની અંદર સમાયેલાં છે, જે પાંચ ભાવરૂપ વિસ્તારના પ્રતિપાદનમાં પરાયણ છે, જે નિશ્ચયપ્રતિક્રમણ, નિશ્ચયપ્રત્યાખ્યાન, નિશ્ચયપ્રાયશ્ચિત્ત, પરમઆલોચના, નિયમ, * અવંચક = છેતરે નહિ એવા; નિષ્કપટી, સરળ; ઋજુ.