Book Title: Niyamsara
Author(s): Kundkundacharya, Himmatlal Jethalal Shah
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 374
________________ [ ૩૫૫ કહાનજૈનશાસ્ત્રમાળા] શુદ્ધોપયોગ અધિકાર तथा चोक्तममृताशीतो (માનિની) "ज्वरजननजराणां वेदना यत्र नास्ति परिभवति न मृत्यु गतिर्नो गतिर्वा । तदतिविशदचित्तैर्लभ्यतेऽङ्गेऽपि तत्त्वं गुणगुरुगुरुपादाम्भोजसेवाप्रसादात् ॥" તથા દિ (મંતાક્રાંતા) यस्मिन् ब्रह्मण्यनुपमगुणालंकृते निर्विकल्पेऽक्षानामुच्चैर्विविधविषमं वर्तनं नैव किंचित् । नैवान्ये वा भविगुणगणाः संसृतेर्मूलभूताः तस्मिन्नित्यं निजसुखमयं भाति निर्वाणमेकम् ॥३००॥ એવી રીતે (શ્રી યોગીંદ્રદેવકૃત) અમૃતાશીતિમાં (૫૮ મા શ્લોક દ્વારા) કઇંડું છે કે :– [શ્લોકાર્થ –] જ્યાં નજ તત્ત્વમાં) જવર, જન્મ અને જરાની વેદના નથી, મૃત્યુ નથી, ગતિ કે આગતિ નથી, તે તત્ત્વને અતિ નિર્મળ ચિત્તવાળા પુરુષો, શરીરમાં રહ્યા છતાં પણ, ગુણમાં મોટા એવા ગુરુનાં ચરણકમળની સેવાના પ્રસાદથી અનુભવે વળી (આ ૧૮૦મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે) : [શ્લોકાર્થ –] અનુપમ ગુણોથી અલંકૃત અને નિર્વિકલ્પ એવા જે બ્રહ્મમાં (આત્મતત્ત્વમાં) ઇન્દ્રિયોનું અતિ વિવિધ અને વિષમ વર્તન જરા પણ નથી જ, તથા સંસારના મૂળભૂત અન્ય (મોહવિસ્મયાદિ) *સંસારીગુણસમૂહો નથી જ, તે બ્રહ્મમાં સદા નિજ સુખમય એક નિર્વાણ પ્રકાશમાન છે. ૩૦૦. * મોહ, વિસ્મય વગેરે દોષો સંસારીઓના ગુણો છે –કે જે સંસારના કારણભૂત છે.

Loading...

Page Navigation
1 ... 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393