Book Title: Niyamsara
Author(s): Kundkundacharya, Himmatlal Jethalal Shah
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 372
________________ કહાનજૈનશાસ્ત્રમાળા ] શુદ્ધોપયોગ અધિકાર [ ૩૫૩ वेदनीयकर्माभावान्नैव विद्यते बाधा, पंचविधनोकर्माभावान्न मरणम्, पंचविधनोकर्महेतुभूतकर्मपुद्गलस्वीकाराभावान्न जननम् । एवंलक्षणलक्षिताक्षुण्णविक्षेपविनिर्मुक्तपरमतत्त्वस्य सदा निर्वाणं भवतीति । (માહિની) भवभवसुखदुःखं विद्यते नैव बाधा जननमरणपीडा नास्ति यस्येह तमहमभिनमामि स्तौमि संभावयामि नित्यम् । स्मरसुखविमुखस्सन् मुक्तिसौख्याय नित्यम् ॥ २९८ ॥ (અનુત્તુમ્) आत्माराधनया हीनः सापराध इति स्मृतः I अहमात्मानमानन्दमंदिरं नौमि नित्यशः ॥ २९९॥ *યાતનાશરીરના અભાવને લીધે પીડા નથી; અશાતાવેદનીય કર્મના અભાવને લીધે બાધા નથી; પાંચ પ્રકારનાં નોકર્મના અભાવને લીધે મરણ નથી; પાંચ પ્રકારનાં નોકર્મના હેતુભૂત કર્મપુદ્ગલના સ્વીકારના અભાવને લીધે જન્મ નથી.—આવાં લક્ષણોથી લક્ષિત, અખંડ, વિક્ષેપરહિત પરમતત્ત્વને સદા નિર્વાણ છે. [હવે આ ૧૭૯મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ બે શ્લોક કહે છે ] [શ્લોકાર્થઃ—] આ લોકમાં જેને સદા ભવભવનાં સુખદુ:ખ નથી, બાધા નથી, જન્મ, મરણ અને પીડા નથી, તેને (–તે પરમાત્માને) હું, મુક્તિસુખની પ્રાપ્તિ અર્થે, કામદેવના સુખથી વિમુખ વર્તતો થકો નિત્ય નમું છું, સ્તવું છું, સમ્યક્ પ્રકારે ભાવું છું. ૨૯૮. [શ્લોકાર્થઃ—]આત્માની આરાધના રહિત જીવને સાપરાધ (–અપરાધી) ગણવામાં આવ્યો છે. (તેથી) હું આનંદમંદિર આત્માને (આનંદના ઘ૨રૂપ નિજાત્માને) નિત્ય નમું છું. ૨૯૯. યાતના = વેદના; પીડા. (શરીર વેદનાની મૂર્તિ છે.) ★ ૪૫

Loading...

Page Navigation
1 ... 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393