Book Title: Niyamsara
Author(s): Kundkundacharya, Himmatlal Jethalal Shah
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 379
________________ ૩૬૦ ] નિયમસાર [ ભગવાનશ્રીકુંદકુંદ जीवाण पुग्गलाणं गमणं जाणेहि जाव धम्मत्थी। धम्मत्थिकायभावे तत्तो परदो ण गच्छंति॥१८४॥ जीवानां पुद्गलानां गमनं जानीहि यावद्धर्मास्तिकः। धर्मास्तिकायाभावे तस्मात्परतो न गच्छंति॥१८४॥ अत्र सिद्धक्षेत्रादुपरि जीवपुद्गलानां गमनं निषिद्धम्। जीवानां स्वभावक्रिया सिद्धिगमनं, विभावक्रिया षटापक्रमयुक्तत्वम्; पुद्गलानां स्वभावक्रिया परमाणुगतिः, विभावक्रिया व्यणुकादिस्कन्धगतिः। अतोऽमीषां त्रिलोकशिखरादुपरि गतिक्रिया नास्ति, परतो गतिहेतोर्धर्मास्तिकायाभावात् ; यथा जलाभावे मत्स्यानां गतिक्रिया नास्ति। अत एव यावद्धर्मास्तिकायस्तिष्ठति तत्क्षेत्रपर्यन्तं स्वभावविभावगतिक्रियापरिणतानां जीवपुद्गलानां गतिरिति। ધર્માસ્તિ જ્યાં લગી, ત્યાં લગીજીવપુલોનું ગમન છે; ધર્માસ્તિકાયઅભાવમાં આગળ ગમન નહિ થાય છે. ૧૮૪. અન્વયાર્થ –[ચાવત્ ઘર્માસ્તિ] જયાં સુધી ધર્માસ્તિકાય છે ત્યાં સુધી [ગીવાનાં પાત્તાનાં] જીવોનું અને પુદ્ગલોનું [મન] ગમન [નાનાદિ] જાણ; [થર્નાસ્તિછાયામા] ધર્માસ્તિકાયના અભાવે [તસ્માત્ પરતઃ] તેથી આગળ [ન એંતિ] તેઓ જતાં નથી. ટીકા –અહીં, સિદ્ધક્ષેત્રથી ઉપર જીવપુદ્ગલોના ગમનનો નિષેધ કર્યો છે. જીવોની સ્વભાવક્રિયા સિદ્ધિગમન (સિદ્ધક્ષેત્રમાં ગમન) છે અને વિભાવક્રિયા (અન્ય ભવમાં જતાં) છ દિશાઓમાં ગમન છે; પુદ્ગલો ની સ્વભાવક્રિયા પરમાણુની ગતિ છે અને વિભાવક્રિયા *દ્વિઅણુકાદિ સ્કંધોની ગતિ છે. માટે આમની (જીવપુદ્ગલોની) ગતિક્રિયા ત્રિલોકના શિખરથી ઉપર નથી, કારણ કે આગળ ગતિeતુ (ગતિના નિમિત્તભૂત) ધર્માસ્તિકાયનો અભાવ છે; જેમ જળના અભાવે માછલાંની ગતિક્રિયા હોતી નથી તેમ. આથી જ, જ્યાં સુધી ધર્માસ્તિકાય છે તે ક્ષેત્રો સુધી સ્વભાવગતિક્રિયા અને વિભાવગતિક્રિયારૂપે પરિણત જીવપુગલોની ગતિ હોય છે. * દ્વિઅણુકાદિ સ્કંધો = બે પરમાણુથી માંડીને અનંત પરમાણુના બનેલા સ્કંધો

Loading...

Page Navigation
1 ... 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393