Book Title: Niyamsara
Author(s): Kundkundacharya, Himmatlal Jethalal Shah
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 349
________________ ૩૩૦ ] નિયમસાર [ભગવાનશ્રીકુંદકુંદ निश्चयनयविवक्षया यः कोपि शुद्धान्तस्तत्त्ववेदी परमजिनयोगीश्वरो वक्ति तस्य च न खलु दूषणं भवतीति। (મંદ્દાાંતા) पश्यत्यात्मा सहजपरमात्मानमेकं विशुद्धं स्वान्तः शुद्ध्यावसथमहिमाधारमत्यन्तधीरम् । स्वात्मन्युच्चैरविचलतया सर्वदान्तर्निमग्नं तस्मिन्नैव प्रकृतिमहति व्यावहारप्रपंचः॥२८२॥ અનુભવનાર) પ૨મ જિનયોગીશ્વર શુદ્ધનિશ્ચયનયની વિવક્ષાથી કહે છે, તેને ખરેખર દૂષણ નથી. [હવે આ ૧૬૬મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે ] [શ્લોકાર્થઃ—] (*નિશ્ચયથી) આત્મા સહજ પરમાત્માને દેખે છે—કે જે પરમાત્મા એક છે, વિશુદ્ધ છે, નિજ અંતઃશુદ્ધિનું રહેઠાણ હોવાથી (કેવળજ્ઞાનદર્શનાદિ) મહિમાનો ધરનાર છે, અત્યંત ધીર છે અને નિજ આત્મામાં અત્યંત અવિચળ હોવાથી સર્વદા અંતર્મગ્ન છે; સ્વભાવથી મહાન એવા તે આત્મામાં *વ્યવહારપ્રપંચ નથી જ (અર્થાત્ નિશ્ચયથી આત્મામાં લોકાલોકને દેખવારૂપ વ્યવહારવિસ્તાર નથી જ). ૨૮૨. * અહીં નિશ્ચયવ્યવહાર સંબંધી એમ સમજવું કે—જેમાં સ્વની જ અપેક્ષા હોય તે નિશ્ચયકથન છે અને જેમાં પરની અપેક્ષા આવે તે વ્યવહારકથન છે; માટે કેવળી ભગવાન લોકાલોકને— ૫૨ને જાણેદેખે છે એમ કહેવું તે વ્યવહારકથન છે અને કેવળી ભગવાન સ્વાત્માને જાણેદેખે છે એમ કહેવું તે નિશ્ચયકથન છે. અહીં વ્યવહારકથનનો વાચ્યાર્થ એમ ન સમજવો કે જેમ છદ્મસ્થ જીવ લોકાલોકને જાણતોદેખતો જ નથી તેમ કેવળી ભગવાન લોકાલોકને જાણતા દેખતા જ નથી. છદ્મસ્થ જીવ સાથે સરખામણીની અપેક્ષાએ તો કેવળી ભગવાન લોકાલોકને જાણેદેખે છે તે બરાબર સત્ય છે—યથાર્થ છે, કારણ કે તેઓ ત્રિકાળ સંબંધી સર્વ દ્રવ્યગુણપર્યાયોને યથાસ્થિત બરાબર પરિપૂર્ણપણે ખરેખર જાણેદેખે છે, ‘કેવળી ભગવાન લોકાલોકને જાણેદેખે છે' એમ કહેતાં પરની અપેક્ષા આવે છે એટલું જ સૂચવવા, તથા કેવળી ભગવાન જેમ સ્વને તરૂપ થઈને નિજસુખના સંવેદન સહિત જાણેદેખે છે તેમ લોકાલોકને (૫૨ને) તરૂપ થઈને પરસુખદુઃખાદિના સંવેદન સહિત જાણતાદેખતા નથી, પરંતુ ૫૨થી તદ્દન ભિન્ન રહીને, પરના સુખદુઃખાદિનું સંવેદન કર્યા વિના જાણેદેખે છે એટલું જ સૂચવવા તેને વ્યવહાર કહેલ છે.

Loading...

Page Navigation
1 ... 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393