________________
૧૩૦ ]
નિયમસાર
[ ભગવાન શ્રી કુંદકુંદ स्त्रीराजचौरभक्तकथादिवचनस्य पापहेतोः।
परिहारो वाग्गुप्तिरलीकादिनिवृत्तिवचनं वा॥६७॥ इह वाग्गुप्तिस्वरूपमुक्तम्।
अतिप्रवृद्धकामैः कामुकजनैः स्त्रीणां संयोगविप्रलंभजनितविविधवचनरचना कर्तव्या श्रोतव्या च सैव स्त्रीकथा। राज्ञां युद्धहेतूपन्यासो राजकथाप्रपंचः। चौराणां चौरप्रयोगकथनं चौरकथाविधानम्। अतिप्रवृद्धभोजनप्रीत्या विचित्रमंडकावलीखंडदधिखंडसिताशनपानप्रशंसा भक्तकथा। आसामपि कथानां परिहारो वाग्गुप्तिः। अलीकनिवृत्तिश्च वाग्गुप्तिः। अन्येषां अप्रशस्तवचसां निवृत्तिरेव वा वाग्गुप्तिः इति।
तथा चोक्तं श्रीपूज्यपादस्वामिभिः
અન્વયાર્થ:-[પહેતોઃ ] પાપનાં હેતુભૂત એવાં [સ્ત્રીરોગીરમથાતિવાન] સ્ત્રીકથા, રાજકથા, ચોરકથા, ભક્તકથા ઇત્યાદિરૂપ વચનોનો [પરિદારઃ] પરિહાર [વા] અથવા [ગતીવિનિવૃત્તિવાન] અસત્યાદિકની નિવૃત્તિવાળાં વચનો [વાણિઃ] તે વચન ગુપ્તિ છે.
ટીકા :-અહીં વચનગુપ્તિનું સ્વરૂપ કહ્યર્ડ છે.
જેમને કામ અતિ વૃદ્ધિ પામ્યો હોય એવા કામી જનો વડે કરવામાં આવતી અને સાંભળવામાં આવતી એવી જે સ્ત્રીઓની સંયોગવિયોગજનિત વિવિધ વચન રચના (-સ્ત્રીઓ સંબંધી વાત) તે જ સ્ત્રીકથા છે; રાજાઓનું યુદ્ધહેતુક કથન (અર્થાત્ રાજાઓ વડે કરવામાં આવતાં યુદ્ધાદિકનું કથન) તે રાજકથાપ્રપંચ છે; ચોરોનું ચોરપ્રયોગકથન તે ચોરકથાવિધાન છે (અર્થાતુ ચોરો વડે કરવામાં આવતા ચોરીના પ્રયોગોની વાત તે ચોરકથા છે); અતિ વૃદ્ધિ પામેલી ભોજનની પ્રીતિ વડે મેંદાની પુરી ને ખાંડ, દહીંખાંડ, સાકર ઇત્યાદિ અનેક પ્રકારનાં અશનપાનની પ્રશંસા તે ભક્તકથા (ભોજનકથા) છે. –આ બધી કથાઓનો પરિહાર તે વચનગુપ્તિ છે. અસત્યની નિવૃત્તિ પણ વચનગુપ્તિ છે. અથવા (અસત્ય ઉપરાંત) બીજાં અપ્રશસ્ત વચનોની નિવૃત્તિ તે જ વચનગુપ્તિ છે.
એવી રીતે (આચાર્યવર) શ્રી પૂજ્યપાદસ્વામીએ (સમાધિતંત્રમાં ૧૭મા શ્લોક દ્વારા) કહ્યું છે કે –