Book Title: Niyamsara
Author(s): Kundkundacharya, Himmatlal Jethalal Shah
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 283
________________ ૨૬૪ ] [ભગવાનશ્રીકુંદકુંદ श्रद्धानावबोधाचरणात्मकेषु शुद्धरत्नत्रयपरिणामेषु भजनं भक्तिराराधनेत्यर्थः । एकादशपदेषु श्रावकेषु जघन्याः षट्, मध्यमास्त्रयः, उत्तमौ द्वौ च एते सर्वे शुद्धरत्नत्रयभक्तिं कुर्वन्ति । अथ भवभयभीरवः परमनैष्कर्म्यवृत्तयः परमतपोधनाश्च रत्नत्रयभक्तिं कुर्वन्ति । तेषां परमश्रावकाणां परमतपोधनानां च जिनोत्तमैः प्रज्ञप्ता निर्वृतिभक्तिरपुनर्भवपुरंध्रिकासेवा भवतीति । નિયમસાર (મંદ્દાાંતા) सम्यक्त्वेऽस्मिन् भवभयहरे शुद्धबोधे चरित्रे भक्तिं कुर्यादनिशमतुलां यो भवच्छेददक्षाम् । कामक्रोधाद्यखिलदुरघव्रातनिर्मुक्तचेताः भक्तो भक्तो भवति सततं श्रावकः संयमी वा ॥ २२० ॥ પરિણામોનું જે ભજન તે ભક્તિ છે; આરાધના એવો તેનો અર્થ છે. *એકાદશપદી શ્રાવકોમાં જઘન્ય છ છે, મધ્યમ ત્રણ છે અને ઉત્તમ બે છે.—આ બધા શુદ્ધરત્નત્રયની ભક્તિ કરે છે. તેમ જ ભવભયભીરુ, ૫૨મનૈષ્કર્મવૃત્તિવાળા (પરમ નિષ્કર્મ પરિણતિવાળા) પરમ તપોધનો પણ (શુદ્ધ) રત્નત્રયની ભક્તિ કરે છે. તે પરમ શ્રાવકો અને ૫૨મ તપોધનોને જિનવરોએ કહેલી નિર્વાણભક્તિ—અપુનર્ભવરૂપી સ્ત્રીની સેવા—વર્તે છે. [હવે આ ૧૩૪મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્રી પદ્મપ્રભમલધારિદેવ શ્લોક કહે છે : [શ્લોકાર્થ :—] જે જીવ ભવભયના હરનારા આ સમ્યક્ત્વની, શુદ્ધ જ્ઞાનની અને ચારિત્રની ભવછેદક અતુલ ભક્તિ નિરંતર કરે છે, તે કામક્રોધાદિ સમસ્ત દુષ્ટ પાપસમૂહથી મુક્ત ચિત્તવાળો જીવ—શ્રાવક હો કે સંયમી હો—નિરંતર ભક્ત છે, ભક્ત છે. ૨૨૦. * એકાદશપદી = જેમનાં અગિયાર પદો (ગુણાનુસાર ભૂમિકાઓ) છે એવા.[શ્રાવકોનાં નીચે પ્રમાણે અગિયાર પદો છે : (૧) દર્શન, (૨)વ્રત, (૩) સામાયિક, (૪) પ્રોષધોપવાસ, (૫) સચિત્તત્યાગ, (૬) રાત્રિભોજનત્યાગ, (૭)બ્રહ્મચર્ય, (૮)આરંભત્યાગ, (૯)પરિગ્રહત્યાગ, (૧૦) અનુમતિત્યાગ અને (૧૧) ઉદ્દિષ્ટાહારત્યાગ. તેમાં છઠ્ઠા પદ સુધી (છઠ્ઠી પ્રતિમા સુધી) જઘન્ય શ્રાવક છે, નવમા પદ સુધી મધ્યમ શ્રાવક છે અને દસમા અથવા અગિયારમા પદે હોય તે ઉત્તમ શ્રાવક છે. આ બધાં પદો સમ્યક્ત્વપૂર્વક, હઠ વિનાની સહજ દશાનાં છે એ ધ્યાનમાં રાખવા યોગ્ય છે.]

Loading...

Page Navigation
1 ... 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393