________________
૨૬૪ ]
[ભગવાનશ્રીકુંદકુંદ
श्रद्धानावबोधाचरणात्मकेषु शुद्धरत्नत्रयपरिणामेषु भजनं भक्तिराराधनेत्यर्थः । एकादशपदेषु श्रावकेषु जघन्याः षट्, मध्यमास्त्रयः, उत्तमौ द्वौ च एते सर्वे शुद्धरत्नत्रयभक्तिं कुर्वन्ति । अथ भवभयभीरवः परमनैष्कर्म्यवृत्तयः परमतपोधनाश्च रत्नत्रयभक्तिं कुर्वन्ति । तेषां परमश्रावकाणां परमतपोधनानां च जिनोत्तमैः प्रज्ञप्ता निर्वृतिभक्तिरपुनर्भवपुरंध्रिकासेवा भवतीति ।
નિયમસાર
(મંદ્દાાંતા)
सम्यक्त्वेऽस्मिन् भवभयहरे शुद्धबोधे चरित्रे भक्तिं कुर्यादनिशमतुलां यो भवच्छेददक्षाम् ।
कामक्रोधाद्यखिलदुरघव्रातनिर्मुक्तचेताः
भक्तो भक्तो भवति सततं श्रावकः संयमी वा ॥ २२० ॥
પરિણામોનું જે ભજન તે ભક્તિ છે; આરાધના એવો તેનો અર્થ છે. *એકાદશપદી શ્રાવકોમાં જઘન્ય છ છે, મધ્યમ ત્રણ છે અને ઉત્તમ બે છે.—આ બધા શુદ્ધરત્નત્રયની ભક્તિ કરે છે. તેમ જ ભવભયભીરુ, ૫૨મનૈષ્કર્મવૃત્તિવાળા (પરમ નિષ્કર્મ પરિણતિવાળા) પરમ તપોધનો પણ (શુદ્ધ) રત્નત્રયની ભક્તિ કરે છે. તે પરમ શ્રાવકો અને ૫૨મ તપોધનોને જિનવરોએ કહેલી નિર્વાણભક્તિ—અપુનર્ભવરૂપી સ્ત્રીની સેવા—વર્તે છે.
[હવે આ ૧૩૪મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્રી પદ્મપ્રભમલધારિદેવ શ્લોક કહે છે :
[શ્લોકાર્થ :—] જે જીવ ભવભયના હરનારા આ સમ્યક્ત્વની, શુદ્ધ જ્ઞાનની અને ચારિત્રની ભવછેદક અતુલ ભક્તિ નિરંતર કરે છે, તે કામક્રોધાદિ સમસ્ત દુષ્ટ પાપસમૂહથી મુક્ત ચિત્તવાળો જીવ—શ્રાવક હો કે સંયમી હો—નિરંતર ભક્ત છે, ભક્ત છે. ૨૨૦.
* એકાદશપદી = જેમનાં અગિયાર પદો (ગુણાનુસાર ભૂમિકાઓ) છે એવા.[શ્રાવકોનાં નીચે પ્રમાણે અગિયાર પદો છે : (૧) દર્શન, (૨)વ્રત, (૩) સામાયિક, (૪) પ્રોષધોપવાસ, (૫) સચિત્તત્યાગ, (૬) રાત્રિભોજનત્યાગ, (૭)બ્રહ્મચર્ય, (૮)આરંભત્યાગ, (૯)પરિગ્રહત્યાગ, (૧૦) અનુમતિત્યાગ અને (૧૧) ઉદ્દિષ્ટાહારત્યાગ. તેમાં છઠ્ઠા પદ સુધી (છઠ્ઠી પ્રતિમા સુધી) જઘન્ય શ્રાવક છે, નવમા પદ સુધી મધ્યમ શ્રાવક છે અને દસમા અથવા અગિયારમા પદે હોય તે ઉત્તમ શ્રાવક છે. આ બધાં પદો સમ્યક્ત્વપૂર્વક, હઠ વિનાની સહજ દશાનાં છે એ ધ્યાનમાં રાખવા યોગ્ય છે.]