________________
૧૮૦ ]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ तथा समयसारव्याख्यायां च
(ગા) "प्रत्याख्याय भविष्यत्कर्म समस्तं निरस्तसंमोहः।
आत्मनि चैतन्यात्मनि निष्कर्मणि नित्यमात्मना वर्ते॥" તથા દિ
(મંતાક્રાંતા) सम्यग्दृष्टिस्त्यजति सकलं कर्मनोकर्मजातं प्रत्याख्यानं भवति नियतं तस्य संज्ञानमूर्तेः। सच्चारित्राण्यघकुलहराण्यस्य तानि स्युरुच्चैः
तं वंदेहं भवपरिभवक्लेशनाशाय नित्यम् ॥१२७॥ केवलणाणसहावो केवलदसणसहावसुहमइओ। केवलसत्तिसहावो सो हं इदि चिंतए णाणी॥९६॥
એવી રીતે સમયસારની (અમૃતચંદ્રાચાર્યદેવકૃત આત્મખ્યાતિ નામની) ટીકામાં પણ (૨૨૮મા શ્લોક દ્વારા) કહ્યડે છે કે –
“[શ્લોકાર્થ :–] (પ્રત્યાખ્યાન કરનાર જ્ઞાની કહે છે કે–) ભવિષ્યના સમસ્ત કર્મને પચખીને (-ત્યાગીને), જેનો મોહ નષ્ટ થયો છે એવો હું નિષ્કર્મ (અર્થાત્ સર્વ કર્મોથી રહિત) ચૈતન્યસ્વરૂપ આત્મામાં આત્માથી જ (–પોતાથી જ) નિરંતર વર્તુ છું.”
વળી (આ ૯૫મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્રી પદ્મપ્રભ માલધારિદેવ શ્લોક કહે છે) :–
[શ્લોકાર્થ –] જે સમ્યગ્દષ્ટિ સમસ્ત કર્મનો કર્મના સમૂહને છોડે છે, તે સમ્યજ્ઞાનની મૂર્તિને હંમેશાં પ્રત્યાખ્યાનો અને તેને પાપસમૂહનો નાશ કરનારાં એવાં સત્ ચારિત્રો અતિશયપણે છે. ભવભવનાંક્લેશનો નાશ કરવા માટે તેને હું નિત્યવંદું છું.૧૨૭.
કેવલદરશ, કેવલવીરજ, કૈવલ્યજ્ઞાનસ્વભાવી છે, વળી સૌખ્યમય છે જે હ તે હું એમ જ્ઞાની ચિંતવે. ૯૬.