Book Title: Nijanandno Nishkarsh Author(s): Muktidarshanvijay Publisher: Muktidarshanvijay View full book textPage 4
________________ અમારો આરઝૂ અધ્યાત્મયોગી પંન્યાસ પ્રવરશ્રી મુક્તિદર્શનવિજયજીએ છેલ્લાં ચારેક વર્ષથી મુંબઈની આમજનતાના કલ્યાણાર્થે એમની જ્ઞાનગંગાને વહેતી મૂકી છે. કેટલાંક જ્ઞાનપિપાસુ પ્રબુદ્ધ શ્રોતાઓએ, એ જ્ઞાનગંગાને પોતાની શબ્દપોથીમાં ઝીલી લીધી છે. એ જ્ઞાનગંગાના ગંગાજલનું આચમન “પરમપદદાયી આનંદઘનપદ રેહ' પુસ્તકમાં કરાવવામાં આવ્યું જ છે. એજ પ્રમાણે તેઓશ્રીનું આગામી પ્રકાશન “હૃદયનયન નિહાળે જગધણી'' જે યોગીરાજ આનંદઘનજી મહારાજાની સ્તવન ચોવીસીનું હૃદયસ્પર્શી વિષદ્ વિવરણ છે; એમાં પણ પુસ્તકના પ્રત્યેક પાનાની સજાવટ વિચારણીય વિચારોથી કરવાની ભાવના રાખી છે. એ માટે થઈને બીજાં કેટલાંક સદ્વિકલ્પો કે પ્રવચનપરાગ છે; જે જિનવાણીનું ઝવેરાત છે, જે આત્માને ચમકાવનારા, વીજળીના ઝબકારા જેવાં છે તે હૃદયભેદકPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 172