Book Title: Nihnavavad Author(s): Dhirajlal Dahyalal Mehta Publisher: Jain Dharm Prasaran Trust View full book textPage 7
________________ ન કહેવાય. આમ કહેવું તે બરાબર નથી. તે જ પ્રમાણે આત્માના બે પ્રદેશ હોય કે ત્રણ-ચાર-પાંચ પ્રદેશ હોય ત્યારે શું જીવછે આમ કહેવાય? તેવા પ્રશ્નના ઉત્તરમાં ભગવાને કહ્યું કે ના, આ અર્થ બરાબર નથી. સંખ્યાત પ્રદેશ હોય અથવા અસંખ્યાત આત્મપ્રદેશ હોય યાવતુ એકાદ પણ આત્મપ્રદેશ ન્યૂન હોય ત્યાં સુધી જીવ છે આમ ન કહેવાય. પરંતુ જેટલા આત્મપ્રદેશો છે તેમાંના સઘળા પણ આત્મપ્રદેશો હોય ત્યારે ચરમ આત્મપ્રદેશ અંદર આવે ત્યારે જ જીવ કહેવાય. આ વિચારધારા ઉપરથી તિષ્યગુપ્તને મનમાં આવો પાકો નિર્ણય થયો કે અંતિમ આત્મપ્રદેશ પુરાયે છતે જ આત્મા કહેવાય છે. માટે અંતિમ આત્મપ્રદેશ તે જ આત્મા છે. આવી આત્મા સંબંધી વિપરીત ધારણા થઇ. ગુરુજીએ તે તિષ્યગુપ્તને સમજાવવાનો ઘણો પ્રયત્ન કર્યો અને કહ્યું કે, એક વસ્તુ સમસ્ત પટને બનાવવામાં ઉફકારી જરૂર છે પરંતુ તે સમસ્ત પટનથી. સમસ્ત તખ્ત સાથે મળે તો જ પટનું કાર્ય કરી શકે છે. તેવી જ રીતે એક આત્મપ્રદેશ તે સમસ્ત આત્મા સ્વરૂપ કાર્ય થવામાં ઉપકારી જરૂર છે, પરંતુ તે એકપ્રદેશ એ જ આત્મા નથી. પણ સમસ્ત આત્મપ્રદેશ સાથે મળે ત્યારે જ આત્મા કહેવાય છે. પરંતુ મિથ્યાત્વમોહના ઉદયથી તિષ્યગુપ્ત આ વાત સમજતા નથી. તથા સ્વીકારતા નથી. તેથી ગુરુએ તે તિષ્યગુપ્તને સંઘ બહાર કર્યા. એકવાર તે તિષ્યગુપ્ત વિહાર કરતા કરતા અમલકંપાનગરીમાં આપ્રસાલ વનમાં પધાર્યા. ત્યાં મિત્રશ્રી નામના શ્રાવકે તેમને નિહ્નવ જાણી તેમને પ્રતિબોધ કરવા માટે પોતાને ઘેર આવવા આમંત્રણ આપ્યું. તિષ્યગુપ્ત ભિક્ષાના અર્થે તેમને ઘેર ગયા ત્યારે મિત્રશ્રી શ્રાવકે તેમનું આ અજ્ઞાન દૂર કરવા માટે અન્ન-પાણી વસ્ત્ર અને વ્યંજન (શાખ) સમૂહ તૈયાર કર્યો તે દરેકમાંથી અન્તિમ એક એક કણ લઇને ભિક્ષામાં આપ્યો ત્યારે તિષ્યગુપ્ત બોલ્યા કે, કેમ ભાઇ ! મારી મશ્કરી કરી છે કે શું? ત્યારે શ્રાવકે કહ્યું કે ના, મહારાજ, હું તો આપશ્રીની વિચારધારા પ્રમાણે જ વ્યવહાર કરું છું. અન્તિમ એક આત્મપ્રદેશ જ જો આત્મા છે તો આ એક એક કણ રૂપ દાણા તો તેનાથી ઘણા વધારે છે. આવું સાંભળતાં જ તે તિષ્યગુપ્તની દૃષ્ટિ બદલાઇ ગઇ. આ શ્રાવકનો ઉપકાર માન્યો. શ્રાવકે પણ અવસર જોઈને સંપૂર્ણ અન્નદાન કર્યું. સુમિત્રે પણ જવાબ આપ્યો કે, આપશ્રીને અમારા ઘણા જ ઘણા નમસ્કાર છે. મારા જેવા અલ્પજ્ઞ પાસેથી આપે સીધી વાત ગ્રહણ કરી અને તત્ત્વ સમજ્યા. તેથી આપને ઘણા જ ધન્યવાદ ઘટે છે. તેઓ આ રીતે માર્ગે આવ્યા અને ગુરુ સાથે વિહાર કરવા લાગ્યા.Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 278