Book Title: Nihnavavad Author(s): Dhirajlal Dahyalal Mehta Publisher: Jain Dharm Prasaran Trust View full book textPage 6
________________ વચન છે અને તે સર્વનયાત્મક છે. આવી વાત સાંભળીને મિથ્યાત્વમોહના ઉદયના કારણે જમાલિજીએ કહ્યું કે, મહાવીરસ્વામિનું આ કથન ખોટું છે. કરાતું હોય તેને કરાતું જ કહેવાય પરંતુ કર્યું છે આમ ન જ કહેવાય. આ બાબતમાં ગુરુ અને શિષ્યો વચ્ચે ઘણી જ ચર્ચા થઇ. શિષ્યોએ જમાલિજીને ઘણું જ સમજાવ્યું કે, આદ્ય સમયથી જ પ્રતિસમયે પથરાવાનું કામ થાય જ છે તો પણ જે સમયે જેટલો પથરાય છે તે સમયે તેટલો પથરાયો જ છે આમ જ બોલાય, છે. પરંતુ જમાલિજીએ તે વાત ન સ્વીકારી અને પ્રતિસમયે માત્ર પથરાવાનું કામ થાય જ છે. ફક્ત અન્તિમ સમયે જ પથરાયો કહેવાય. આ વાતને તેઓ વળગી રહ્યા. - આ ચર્ચા જયારે ચાલે છે ત્યારે પ્રિયદર્શના પણ શ્રાવક એવા ઢંક નામના કુંભારને ઘરે હતી. તે પ્રિયદર્શનાએ પણ જમાલિજી ઉપરના અનુરાગના કારણે જમાલિજીનો જ મત સ્વીકાર્યો. ત્યારે ઢેક શ્રાવકે પણ તેને સાચું તત્ત્વ સમજાવવા માટે સાડીના એક ભાગ ઉપર કોલસાનો સળગતો એક મોટો કણીયો નાખ્યો. ત્યારે વસ્ત્રનો એક દેશભાગ સળગતો જોઈને પ્રિયદર્શનાએ કહ્યું કે, હે ઢંક ! “તે મારું વસ્ત્ર કેમ બાળી નાંખ્યું છે.” ત્યારે ટંક કુંભારે કહ્યું કે, તમે તો ધમાન નર્ધ બળાતું હોય તેને બળ્યું ન જ કહેવાય. આમ માનો છો પરંતુ પુરેપુરુ બની ચુક્યું હોય તેને જ બધું કહેવાય. આ તો માત્ર એક ભાગ જ બળાયો છે. આખું વસ્ત્ર ક્યાં બળાયું છે? આવું તમેતો માનો છો. તો પછી બૂમાબૂમ કેમ કરો છો ? ત્યારે તેઓ સમજ્યા. પ્રતિબોધ પામીને જમાલિને છોડીને તે પ્રિયદર્શના તથા બીજા પણ કેટલાક સાધુ-સાધ્વીજીઓ મહાવીરસ્વામી પાસે આવ્યા. તથા પ્રભુનો સિદ્ધાન્ત અપનાવ્યો. મિચ્છામિ દુક્કડું આપ્યું. પરંતુ જમાલિજી તે વાત ન જ સમજયા. તેથી જમાલિજી બહુરત નામના પ્રથમ નિદ્ભવ થયા. તેઓએ આલોચના પણ કરી નહીં અને પરમાત્માના વચનના વિરાધક બન્યા. (૧) તિષ્યગુપ્ત નામના બીજા નિહવ: તેઓ જીવ પ્રાદેશિક દૃષ્ટિના નામે નિદ્ભવ થયા. પરમાત્મા શ્રી મહાવીર પ્રભુને કેવળજ્ઞાન ઉત્પન્ન થયાને ૧૬ વર્ષો થયા ત્યારે આ નિતવ થયા. | રાજગૃહી નગરીમાં કે જે નગરીનું બીજું નામ ઋષભપૂર હતું. તે નગરીમાં ગુણશેલક નામના ચૈત્યમાં ચૌદપૂર્વધારી વસુ નામના આચાર્ય હતા. તથા તેમના શિષ્ય તિષ્યગુપ્ત નામના આચાર્ય સાથે ત્યાં પધાર્યા.. એક દિવસ આત્મપ્રવાદ નામના પૂર્વનો અભ્યાસ ચાલતો હતો. ત્યારે એવો અધિકાર આવ્યો કે, હે ભગવાન્ ! આત્માના પ્રથમ એક આત્મપ્રદેશને શું જીવ છે આમ કહેવાય? ત્યારે ભગવાને કહ્યું કે, ના, આમPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 278