________________ 36 એક દિવસની રાતની વાત છે. “મને કહે કે ભાઈ ! સંગ્રહણી લખી તમે કમાલ કરી છે સુંદર વિસ્તૃત ભાષાંતર પહેલ વહેલું જ જોવા મળતાં અને તેમાંના ઉપગી સુંદર ચિત્રો, અનેક યંત્ર, પરિશિષ્ટ, વિવિધ આકર્ષણ, મહત્વનાં ટીપણે, સુંદર છપાઈ, અવ્વલ દરજજાનું મુદ્રણ, બાઈડીંગ, આ બધું જોઈને કહ્યું કે મને અપાર આનંદ થયો. પણ આશ્ચર્ય એ વાતનું થયું કે નાની ઉંમ્મરમાં આવું ગંભીર, જવાબદારીવાળું. વિશાળ કાર્ય કેમ કરી શક્યા ? “બધી જ રીતે સુંદર અને ઘણું જ ઉપયોગી કાર્યકરી તમે સંઘને ખરેખર એક અફલાતુન ભેટ આપી છે.” વગેર ઉદ્ગારે કાઢયા. પછી મેં જવાબમાં કહ્યું કે એ બધું ખરેખર દેવગુરુની કૃપા અને આપ સહુની શુભેચ્છાને જ આભારી છેહું તે માત્ર નિમિત્ત બન્યું એટલું જ વહેવારે ભલે મારું કહેવાય, બાકી જે છે તે શાસનનું, ગુરુકૃપાનું અને આપ જેવા મહાત્માઓનું છે. ચિત્રો માટે મેં કહ્યું કે ચિત્રો તે આથી વધુ સારા થઈ શકત. પણ કરવાનાં સાધનો પુરતા ન મળ્યાં. અને હું ચિત્રકાર ન હતો. જન્માંતરને કંઈક સંસ્કાર હશે એટલે મારી સુઝ બુઝ પ્રમાણે કર્યો. પૂજ્ય ગુરુદેવની કીંમતી સલાહ લે તે, તેઓશ્રીની તો અપાર કૃપા હતી જ એક મને ઘણી રીતે સહાયક બનતા હતા. તેમજ મારા વિદ્યાગુરુ પંડિત શ્રી (સીરવાળા) ને મારા પ્રત્યે અતિ લાગણી એટલે તેઓ પણ મને સહાયક બનેલા જો કે ત્યારે કલાના સિદ્ધાન્ત કે નિયમોનું જ્ઞાન ન હતું પણ યોગ્ય અને સારૂં કેને કહેવાય એ દષ્ટિ હતી એટલે મારે ચિત્રો માટે મને પિતાને પૂરો સંતોષ નેતે થે. જે વાત હું જ સમજાતે હતા, એમ મેં કહ્યું તે પછી તેઓશ્રીએ પોતાના સાધુ સાધ્વીઓને વસીતપના પારણે હતાં અને એ પ્રસંગે એમને એક કારણ ઉપસ્થિત થયું એટલે મને કહે કે ભાઈ! મને એક મુંઝવણ ઉભી થઈ છે. તમારી કૃપા થાય તે જ દૂર થાય. મેં કહ્યું પહેલાં ભાઈશ્રીમાંથી “શ્રી” શબ્દ પાછો ખેંચી લે અને કૃપા” શબ્દ પાછા ખેંચે તે જ આપશ્રીની વાત સાંભળીશ, નહીંતર આ સેવકની જરા પણ સાંભળવાની તૈયારી નથી, એમ ધડ દઈને મેં તે કહી નાંખ્યું. જવાબમાં કહે કે શં મને શબ્દો વાપરવામાં પણ તમે કંજુસાઈ શીખવાડશે ? મેં કહ્યું જયાં જેટલું ઉચિત હોય ત્યાં તેટલું જ શોભે અને બંને પક્ષે ઔચિત્ય જળવાય. આપ જેવાને શું કહેવાનું હાય પછી તેમને કહ્યું કે મારો સ્વભાવ એ છે હૈયું એવું છે શું કરું ? પછી મને વાત કરી કે અમારા સાધુ-સાધ્વીઓને વરસીતપનાં પારણાં છે. આ આ નિમિત્તે વરસીતપવાળા તમામ સાધુ-સાધ્વીઓને કંઈક ભેટ આપવાની છે. એટલે તે બધાએ મારી જોડે ચર્ચા-વિચારણા કરી સાધુઓ શું ભેટ આપે ? એ આપે પુસ્તક. એટલે મેં કહ્યું કે ભાવનગરની આત્માનંદ સભા તરફથી અનેક પુસ્તક પ્રગટ થયાં છે. કેટલાંક મારા સંપાદિત ગ્રન્થ છે. શાસ્ત્રગ્રન્થ પણ છે. પણ તે બધા સાધુઓએ કહ્યું કે અમે કંઈ ન જાણીએ, આપ નકકી કરે તે અમને કબૂલ છે ત્યારે મેં કહ્યું કે, પુસ્તક એવું પસંદ કરવું જોઈએ કે દેનાર દઈને રાજી થાય, લેનારે લઈને રાજી થાય અને લેનારને એમ લાગવું જોઈએ કે અમને એક સુંદર ઉત્તમ ચીજની ભેટ મલી છે. અને તે પુસ્તક સહુને ઉપગી અને ગમે તેવું હોવું જોઈએ. તો આ દષ્ટિએ મારો મત એ છે કે “મુનિ યશોવિજયજીએ કરેલા ભાષાંતરવાળી બહાસંગ્રહણી ભેટ આપવી જોઈએ.” અને મારી વાત સહુને ગમી અને સહુએ સહર્ષ સ્વીકારી છે.