________________ ત્યારપછી જે જે પ્રતિઓ મળી તેની પ્રેસકેપી તેઓશ્રીએ ધર્માત્મા શ્રી નગીનભાઈના તથા ખંભાતના પંડિનવર શ્રી છબીલભાઈના હાથે કરાવી મને આપી. કાવ્યપ્રકાશની સુરક્ષરી પ્રેમકેપીની ફાઈલ પણ મને આપી દીધી. આ આખી કેપી પૂજ્યશ્રીએ જાતે જ સ્વહસ્તે જ લખેલી હતી. આમ પૂજ્યશ્રીજી મારા કાર્યમાં ખૂબ જ સહાયક બની રહ્યા હતા. એ બધાય કરતાં અમારી આત્મીયતા ઠેઠ સુધી એવી રહી હતી કે પિતાના અંતરમાં ધરબાએલી અનેક વાતે નિઃસંકોચપણે મુક્ત રીતે કહેતા હતા. આજે એમની ખોટ મને પૂરી સાલે છે. આ પેટ કદિ પૂરાવાની નથી. હું તે એ પુણ્યપુર ને જેટલો આભાર માનું એટલે એ છે છે. ફરી આવા મહાન સંશોધક, ઉડા ગષક, આગમ અને આગમીય પરંપરા, તેની ભાષા અને તેની સાથે સબંધ ધરા વતી અનેક બાબતેના અનોખા જ્ઞાતા કયારે પાકશે તે જ્ઞાની જાણે. આત્મીય બાબતના પ્રસંગે બીજા ઘણું છે પણ અત્યારે તે એ પુણ્યાત્માને વંદન કરી પ્રસ્તુત પ્રસંગે પૂરા કરૂં છું. ખુલાસો ? આ ઘટના લખવામાં મને શરમ-સંકેચ થતું હતું, કેમકે મારા હાથે મારી મહત્તા લખવાની- ગાવાની હતી છતાં એ લખવી અનિવાર્ય હતી મારી જન્મજાત પ્રકૃતિથી તે સ્વભાવ વિરૂદ્ધ બાબત હતી. તેથી મને એ વાત ગમતી ન હતી. પણ મારા મિત્ર વિદ્વાનેને મેં જ્યારે આ ઘટના પ્રસંગવશ યાદ આવતા સંભળાવી ત્યારે તેમણે કહ્યું કે આવી ઘટના બહુ મઝાની છે, સેંધપાત્ર છે અને આગળ વધીને કહે ઇતિહાસની એક નાની કડી રૂપ છે. અને ઈતિહાસ એ તે સમાજને અરીસે માટે આપે લખવી જ જોઈએ-છપાવવી જ જોઈએ વગેરે કહ્યું. પછી મેં વિચાર્યું કે 2500 વરસને અતિઅતિ પ્રલંબવકાળ વીત્યા છતાં આપણે ઇતિહાસ બહુજ અલ્પ મળે છે. લખતો રહ્યો હોય અને નષ્ટ થતો રહ્યો હોય એમ પણ બન્યું હોય. પણ એ કરતાં એ જમાનામાં ઇતિહાસ લખવાની વિશેષ ચાલ ન હતી. એ તરફ પરાગમુખતા હતી ( આ બાબતમાં ખરેખર તે બ્રીટીશ લેખકે આ દેશને જાગ્રત કર્યો છેતેનું એક કારણ જૈન સંઘ માટે એ પણ હોઈ શકે કે જૈન સંઘ શ્રમણ-સાધુ પ્રધાન રહ્યો છે. આવું કામ તેમને જ કરવાનું રહેતું અને સાધુઓને આવું લખવામાં થોડું ઘણું અહનું પોષણ કે પ્રશંસા થઈ જ જવાને ભય રહે, નિસ્પૃહ પરમ ત્યાગીઓને એ સ્વીકાર્યું ન હોય તે સ્વાભાવિક છે. લાગે છે કે આવાજ કારણે પણ ઇતિહાસ સંઘરાયે નહિં, નેધે-ઘટનાઓ-પ્રસંગો સચવાયા નહિં. હા છે, પણ તેનું પ્રમાણુ અત્યલ્પ છે. આપણે ભૂતકાળ અતિભવ્ય, અતિશ્રાવ્ય, નમૂનેદાર છે પણ આપણને તેની અપજ ઝાંખી કરી શકીએ છીએ વિશેષ નહિં જ. આવી 2500 વરસના સાગર આગળ બિન્દુ જેટલીએ નથી. આવા વિચાર આવતાં આ એક નાનકડી ઘટનાને અનિચ્છાએ અક્ષરદેહ આપે છે. વાતાપ લેખન સં. 2020 - વિજય.