Book Title: Namaskar Mahamantranu Swarup Part 01
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 7
________________ રસ અનુબંધ રૂપે બાંધે છે અને બંધાતી અશુભ પ્રકૃતિઓનો રસ અનુબંધ વગર બાંધે છે તથા બંધાયેલા અશુભ કર્મોની વિશેષ રીતે (સકામ નિર્જરાથી) નિર્જરા કરતા જાય છે. - આ રીતે નવકાર મહામંત્ર ગણવાથી બંધાયેલા જન્મ મરણના અનુબંધો અને જન્મ મરણની પરંપરા નાશ પામતી જાય છે અને સાથે સાથે વૈરાગ્યભાવની સ્થિરતા વધતી જાય છે અને સમાધિભાવ-સમતા ભાવ પણ વધતો જાય છે. આ રીતે નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરવા માત્રથી જ્ઞાની ભગવંતો કહે છે કે જે કાંઇ ઇચ્છે છે તે પદાર્થો મલ્યા વગર રહેતા નથી અને જે કાંઇ કષ્ટો આવેલા હોય તો તે એના સ્મરણથી તત્કાલ નાશ પામ્યા. વિના રહેતા નથી. આના પ્રતાપે આત્માને ચિત્તની પ્રસન્નતાનો અનુભવ થતો જાય છે અને સ્થિરતા પેદા થતી જાય છે. આવા જીવોને સહજતાથી અનુકૂળ પદાર્થો દુ:ખરૂપ છે એ અંતરમાં બેઠેલું જ હોય છે અને અનુકૂળ પદાર્થોમાં જે સુખ રહેલું છે તેનાથી ચઢીયાતા સુખની ઝંખના-રૂચિ ભાવ એ સુખને મેળવવા માટેનો અભિલાષ સતત અંતરમાં ચાલુ જ રહે છે. આને મોક્ષનો અભિલાષ-મોક્ષની રૂચિ કહેવાય છે. આ મોક્ષની રૂચિથી ગણાતાં નવકારમંત્રથી આત્મિક ગુણની નજીક લઇ જવા યોગ્ય પુણ્ય બંધાયા છે. નવકારમંત્ર આપવાનો ર્વાિધિ સામાન્ય રીતે નવકારમંત્ર ગણવા માટે ઉપધાન તપની આરાધના કરવાનું વિધાન શાસ્ત્રમાં કહેલું છે. શાસ્ત્રમાં કહ્યું છે કે શ્રાવકના ઘરે બાળક જન્મે એ બાળકને એની માતા છ માસનું થાય ત્યારથી સૂર્યાસ્ત થાય એ પહેલાં બાળકને સ્તનપાન કરાવીને સુવડાવી દે. ત્યારથી સૂર્યોદય ન થાય ત્યાં સુધી એ બાળક રાતના સમયે કાંઇ માંગે નહિ એવી સ્થિતિ પેદા કરે. આ રીતે અભ્યાસ કરાવતા ધીરે ધીરે એ બાળક નવકારશીના ટાઇમ પહેલા ન માગે એ રીતે ટેવ પડાવે જ્યારે બાળક બરાબર થઇ જાય એમ લાગે ત્યારે એમાં પોતે બાળકને નવકારશીનું પચ્ચખાણ આપે. રાતના ચોવીહારનું પણ પચ્ચખાણ આપે. આ. રીતે નવકારશી-ચોવીહાર કરાવતા કરાવતાં સાડાબાર ઉપવાસ જેટલો તપ એ બાળક પાસે કરાવે. આ જીવો માટે શાસ્ત્ર નિયમ કહ્યો છે કે અડતાલીશ નવકારશી બરાબર એક ઉપવાસ ગણાય આ રીતે સાડાબાર ઉપવાસની ૬૦૦ દિવસની નવકારશી થાય ત્યારે બાળક લગભગ અઢી ત્રણ વરસનો થાય એટલે બાળકને કહે તને ગુરૂના મુખે, સારા દિવસે ભગવાનના મંદિરે ઓચ્છવ કરી સારા મુહૂર્ત નવકાર આપવાનો છે. આ શબ્દો સાંભળતા બાળકને અંતરમાં નવકાર પ્રત્યે બહુમાન આદરભાવ વધે અને ઉલ્લાસ વધે છે. પછી જ્યારે એ તપ પૂર્ણ થાય એટલે મા બાપ પોતાની શક્તિ મુજબ ભગવાનના મંદિરે ઓચ્છવા રાખી વાજતે ગાજતે ગુરૂ મહારાજને પોતાના ઘરે લાવીને ચતુર્વિધ સંઘની હાજરીમાં સારા દિવસે સારા મુહૂર્ત તે બાળકને ઉભો કરી સંઘ સમક્ષ ગુરૂ મહારાજના મુખે નવકાર અપાવે. આ રીતે નવકાર પામેલો આત્મા. પ્રાયઃ કરીને પૂણ્યના ઉદયથી સુખ મલે તો તેમાં છકી ન જાય અને લીન પણ ન બને. પાપના ઉદયથી દુ:ખા આવે તો તેમાં દીન પણ ન બને અને સમાધિપૂર્વક વેઠવાની શક્તિ કેળવે આ વિધિ શાસ્ત્રમાં કહેલો છે. જ્ઞાની ભગવંતોએ નવકારમંત્રને ગણવાના અધિકાર માટે ત્રણ ગુણો મેળવવાના કહ્યા છે અથવા એ ત્રણ મેળવવાનું ધ્યેય રાખીને ગણવાનું વિધાન કહેલું છે. (૧) ક્ષમાં ગુણ, (૨) ઇન્દ્રિયની સંયમતા ગુણ અને (3) સમતાભાવ ગુણ. આ ત્રણેય ગુણોને શાસ્ત્રોમાં ખાંતો-દાંતો અને શાંતો આ ત્રણ શબ્દોથી જણાવેલા છે. ક્ષમાં ગુણ પાંચ પ્રકારે કહેલો છે. Page 7 of 65

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65