Book Title: Namaskar Mahamantranu Swarup Part 01
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 61
________________ (૭) પ્રભુજી વિચરતા હોય ત્યાં ચેપી ને ઉડતા (મરકી, કોલેરા, પ્લેગ) જેવા રોગ ન થાય. (૮) પ્રભુ વિચરે ત્યાં નુક્શાનકારી જીવોની પેદાશ પણ ન થાય. (૯) હદથી વધારે મેઘ વૃષ્ટિ ન થાય. (૧૦) જોઇએ તે કરતાં ઓછી મેઘ વૃષ્ટિ ન થાય. (૧૧) અને પ્રભુની પાછળ બાર સુર્ય જેટલા તેજવાળું દેદીપ્યમાન ભામંડળ કાયમ રહ્યા કરે. આ પ્રમાણે બધા મળી ૩૪ અતિશય ધારક શ્રી અરિહંત પ્રભુને નમસ્કાર કરી હે ભવિજનો પાપનો નાશ કરો. પ્રભુની પાંત્રીશ વાણીના નામો -- (૧) જે જગ્યાએ જે ભાષાનો પ્રચાર હોય ત્યાં તે ભાષા મિશ્ર અર્ધ માગધી ભાષા બોલે. (૨) એક યોજન પ્રમાણમાં વગર હરકતે સંભળાય તેવી ઉચ્ચ સ્વર સહિત દેશના આપે. (૩) ગામડિયા ભાષા કે તોછડી ભાષાનો ઉપયોગ અમલમાં ન આવે. (૪) મેઘની ગર્જના સરખી ગંભીર વાણી બોલે. (૫) સાંભળનારને પડછંદા, સહ વચન રચનાના છૂટાછૂટા બોલો સંભળાઇ સારી રીતે સમજવામાં આવે તેવા શબ્દ વાપરે. (૬) સાંભળનારને સંતોષકારક સરળ ભાષા સહીત બોલે. (૭) સાંભળનાર પોતપોતાનાં હૃદયમાં એવું સમજે કે પ્રભુ મને ઉદ્દેશીને જ દેશના આપે છે એવી છટા વાપરે. (૮) વિસ્તાર સહિત અર્થ પુષ્ટિ કરી બતાવે. (૯) આગળ પાછળના સંબંધને વાંધો ન નડે તેવા મળતે મળતાં પ્રબંધની રચના વદે. (૧૦) મોટા પુરુષને છાજે તેવાં પ્રશંસનીય વાક્યો બોલવાથી શ્રોતાને નિશ્ચયપણે જણાય કે આવા મહાન પુરૂષ સિંહજ આવી ભાષા અમલમાં લઇ શકે, એવી ખુબી વાપરે અને અપ્રતિહત (કોઇથી પણ તેનું ખંડન ન કરી શકે તેવા) સિદ્ધાંતો પ્રકાશે. (૧૧) સાંભળનારને શંકા ન રહે તેવી સ્પષ્ટ વાણી ઉચ્ચરે. (૧૨) કોઇ પણ દૂષણ લાગુ ન થઇ શકે તેવું વિદૂષક વ્યાખ્યાન પ્રકાશે. (૧૩) કઠીણ અને ઝીણા વિચારવંત વિષને બહુજ સહેલા અર્થથી પ્રકાશવાણી સાંભળનારના મનમાં તેની તરત રમણતા થઇ રહે તેવી ખુબી વાપરે. (૧૪) જે જગોએ જેવું દ્રષ્ટાંત સિદ્ધાંત યોગ્ય રૂચિકર લાગે તેવું લાગુ કરે. (૧૫) જે વસ્તુ પોતાને વિવિક્ષિત છે તે વસ્તુસહ એટલે કે છ દ્રવ્ય અને નવ તત્વની પુષ્ટિરૂપ અપેક્ષા યુક્ત બોલે. (૧૬) સંબંધ પ્રયોજન (મતલબ) અને અધિકારી વાક્ય વદે. (૧૭) પદ રચનાની અપેક્ષા સહિત વાક્ય વદે. (૧૮) ષટદ્રવ્ય ને નવતત્વની ચાતુર્યતાયુક્ત બોલે. (૧૯) સ્નિગ્ધ અને માધુર્યતા સહિત બોલવાથી ઘી ગોળ કરતાં મીઠી લાગે તેવી છટાયુક્ત વાણી. વાપરે. (૨૦) પારકાનાં મર્મ ખુલ્લાં ન જણાઇ આવે તેવી ચતુરાઇ યુક્ત બોલે. (૨૧) ધર્મ અર્થ એ બે પુરૂષાર્થને સાધનારી. (૨૨) ઉદારતા યુક્ત દીવાના પ્રકાશ સરખા પ્રકાશવંત અર્થ પ્રકાશે. (૨૩) પરનિંદા અને આપ પ્રશંસા વગરની વાણી વાપરે. Page 61 of 65

Loading...

Page Navigation
1 ... 59 60 61 62 63 64 65