Book Title: Namaskar Mahamantranu Swarup Part 01
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 59
________________ જ્યારે જન્મ પામે છે ત્યારે ચોસઠ ઇન્દ્રો છપ્પન દિફ કુમારિકાઓ આ આત્માનો જન્મોત્સવ સારી રીતે ઉજવે છે કે આ આત્મા પુરૂષાર્થ કરીને પોતાના કર્મોનો નાશ કરી કેવલજ્ઞાન પામશે અને અનેક આત્માઓનાં કર્મોનો પણ નાશ કરાવવામાં સહાયભૂત થશે તથા અનેક આત્માઓ પોતાના કર્મોનો નાશા કરવાના માર્ગે ચાલે તેમાં સ્થિર રહે અને પુરૂષાર્થ કરી કર્મોનો નાશ કઇ રીતે કરે એનો માર્ગ જગતમાં મૂકીને મુક્તિએ જશે માટે એ માર્ગના સ્થાપક આ આત્માઓ હોવાથી આ આત્માઓ જગતને વિષે પૂજ્ય બને છે. આજ રીતે જ્યારે આ આત્માઓ દીક્ષા લે ત્યારે પણ દેવતાઓ, ઇન્દ્રો આવીને મહોત્સવ કરે છે. કેવલજ્ઞાન પામે ત્યારે પણ મહોત્સવ કરે છે. જ્યારે તીર્થકરોને કેવલજ્ઞાનની પ્રાપ્તિ થાય છે ત્યારથી તીર્થકર નામકર્મ પ્રકૃતિનો વિપાકોä શરૂ થાય છે અને નિર્વાણ પામે ત્યાં સુધી એ પ્રકૃતિ વિપાકોદય રૂપે રહે છે અને જ્યારે નિર્વાણ પામે ત્યારે પણ દેવો મહોત્સવ કરે છે. એ શ્રી તીર્થંકર પરમાત્માઓનું પુણ્ય એવું ઉંચી કોટિનું હોય છે કે જેના કારણે ત્રણ ચોવીશી કાળ સુધી એ જીવો નામથી પૂજનિક રહે છે. એટલા માટે કહેલું છેકે જેનાથી શ્રી તીર્થકર સર્વ પૂજ્ય છે. એટલે ભગવંતની પૂજા રાજા બલદેવાદિ દેવતા ઇન્દ્ર આદિ કરે છે અથવા અસુરો, મનુષ્યો અને દેવો પૂજે છે અથવા પૂજા કરવાની અભિલાષા કરે છે તે પૂજાતિશય કહેવાય છે. (૩) જ્ઞાનાતિશયનું વર્ણન : શ્રી તીર્થંકર પરમાત્માના આત્માઓ ત્રીજા ભવે તીર્થંકર નામકર્મ નિકાચના કરતાં હોય છે તે ભવમાં જેટલું જ્ઞાન ભણલા હોય છે તે જ્ઞાનના ઉપયોગમાં જ સ્થિરતા કેળવવા માટે સ્વાધ્યાય કરતાં કરતાં મનની એકાગ્રતા જ્ઞાનના ઉપયોગમાં એવી બનાવે છે કે તે ત્રીજા ભવે પણ એ જીવોનાં શરીરને કોઇ વાંસલાથી છોલે તો પણ તે જીવો પ્રત્યે દ્વેષ ભાવ પેદા થતો નથી અને એમના શરીરને કોઇ ચંદનથી લેપ કરે તો પણ તે જીવો પ્રત્યે રાગ પેદા થતો નથી. આ રીતે શરીર પ્રત્યે ભેદ જ્ઞાન પેદા કરી પોતાના જ્ઞાનની સ્થિરતા પ્રાપ્ત કરી એ જ્ઞાન સાથે લઇને દેવ અથવા નરકમાં જાય છે. ત્યાંથી એ જ્ઞાન સાથે લઇને મનુષ્યપણામાં આવે છે. આથી આ જીવો શ્રી તીર્થકર રૂપે જન્મતાંજ એટલે ચ્યવન પામતાં જ ત્રણ જ્ઞાનથી સહિત ચ્યવન પામે છે અને પોતાના જ્ઞાનના ઉપયોગમાં રહીને સંસારમાં રહેવા લાયક ભોગાવલી કર્મો જ્યાં સુધી હોય ત્યાં સુધી અનાસક્ત ભાવે ઉત્કૃષ્ટ વૈરાગ્ય ભાવ જાળવીને રહે છે. પછી સંયમ લઇ ઘોર પરિષહ અને ઉપસર્ગોને સહન કરીને મોહનીય કર્મનો નાશ કરી વીતરાગ બને છે. ત્યાર પછી ત્રણ ઘાતી કર્મોનો. નાશ કરી (જ્ઞાનાવરણીય-દર્શનાવરણીય અને અંતરાય) કેવલજ્ઞાનની પ્રાપ્તિ કરે છે. જ્ઞાનના ઉપયોગની સ્થિરતા અને તેનાથી શરીર પ્રત્યેના ભેદ જ્ઞાનની સ્થિરતાથી યાવત કેવલજ્ઞાનની પ્રાપ્તિ સુધીની બધી અવસ્થા જ્ઞાનાતિશય રૂપે કહેવાય છે. (૪) વચનાતિશય : કેવલજ્ઞાન પામ્યા પછી તીર્થંકર પરમાત્માઓ દેશના આપે છે. તે દેશનાના શબ્દો સમવસરણમાં આવેલા દેવો, મનુષ્યો અને તિર્યંચો પોત પોતાની ભાષામાં સો સમજી શકે છે અને એ દેશનામાં સોના સંશયો દૂર થાય છે તે વચનાતિશય કહેવાય છે. પ્રભુના ૩૪ અતિશય રાસના ચોપડામાં ચોથા ખંડની ૧૧મો ઢાળનું ત્રીજે ભવે વર સ્થાનક કીજે એ ઢાળમાં ૩૪ અતીશય આવે છે તે આ પ્રમાણે છે. જન્મથી ચાર અતિશય હોય તે આ પ્રમાણે નીચે મુજબ, પહેલો અતિશય સુગંધીવંત પરસેવો, મળ, રોગ રહિત અને સુંદર સ્વરૂપ સહિત રૂપ હોય. બીજો 4 લોહી અને માંસ, ગાયના દૂધ જેવાં સદ સુગંધવંત હોય. ત્રીજો અતિશય. આહાર અને નિહાર Page 59 of 65

Loading...

Page Navigation
1 ... 57 58 59 60 61 62 63 64 65