Book Title: Namaskar Mahamantranu Swarup Part 01
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 57
________________ એકની ઉપર એક એમ ત્રણ ત્રણ છત્રોથી દરેક સિંહાસન અલંકૃત હોય છે. એટલે સમવસરણમાં બાર છત્રો હોય છે. એ સિવાયના પ્રસંગે ત્રણ છત્રો હોય છે. એ ત્રણે છત્રો ચડ ઉતરનાં હોય છે અને તેમાં સૌથી મોટું છત્ર નીચે હોય છે. આ પ્રમાણે જે અહીં આઠ પ્રાતિહાયાનો વિચાર કરાયો છે તે આઠ પ્રાતિહાર્યો તીર્થકરનું આત્મભૂત લક્ષણ નથી, કિન્તુ અનાત્મભૂત અને બાહ્ય લક્ષણ છે અને એ બાહ્ય દ્રષ્ટિવાળા જીવોને બતાવાય છે. તીર્થકરનું આત્મભૂતલક્ષણ તો તેમની ચાર મૂલાતિશયરૂપ વિભૂતિ છે. આવી વિભૂતિ જેમણે પ્રાપ્ત કરી હોય અને જેઓ હવે પછી કરશે તેમને અનેકવિધ વંદન કરતો હું વિરમું છું. ચાર અતિશયોનું વર્ણન (૧) જ્ઞાનાતિશય, (૨) વચનાતિશય, (૩) અપાયાગમાતિશય, (૪) પૂજાતિશય. ચાર અતિશયોનું નિર્દેશન :-- “નભJI' એ પદનો ભાવાર્થ સ્પષ્ટ કર્યા બાદ, “ભUIRUpfહરે, “વિમલભ અને “ઘર -આ ત્રણ પદોનો ભાવાર્થ સ્પષ્ટ કરતાં બ્રહવૃત્તિકાર આચાર્ય ભગવાન શ્રીમદ્ દેવેન્દ્રસૂરીશ્વરજી મહારાજા ક્રમાવે છે કે-આ ત્રણ પદો દ્વારા શાસ્ત્રકાર પરમર્ષિએ, શ્રી જિનેશ્વરદેવોનાપૂજાતિશય, જ્ઞાનાતિશય, વચનાતિશય અને અપાયાપગમાતિશય” -એમ ચાર અતિશયોનું નિદર્શન કરાવ્યું છે. આ વસ્તુનું નિરૂપણ કરતાં તેઓશ્રીએ જે ક્રમાવ્યું છે, તે ઉપરથી સમજી શકાય તેમ છે કે‘સભgUIRJUIgbelહર આ વિશેષણ દ્વારા ચરમ તીર્થપતિ ભગવાન શ્રી મહાવીરદેવનો ‘પૂજાતિશય” પ્રકાશિત થાય છે : “વિARછેવલં આ વિશેષણ દ્વારા શ્રી મહાવીર ભગવાનની “જ્ઞાનાતિશયસંપન્નતા' સ્પષ્ટ થતી હોવાથી, એ તારકનો “વચનાતિશય” પણ સ્પષ્ટ થાય છે : અને ‘વીર આ સાન્વય પદથી ચરમાં જિનેશ્વર શ્રી મહાવીર મહારાજાનો “અપાયાપગમાતિશય’ અતિશય સ્પષ્ટપણે નિણંકિત થાય છે. આ રીતિએ બે વિશેષણો દ્વારા અને એક સાન્વય પદ દ્વારા ભગવાનના ચાર અતિશયોનું નિરૂપણ કરવામાં આવ્યું છે. શ્રી જિનેશ્વરદેવ માત્રન આ ચારેય અતિશયો હોય છે. ચાર અતિશયોના સૂચનવાળી સ્તુતિ - પહેલા શ્લોકમાં ભગવાનને નમસ્કાર કરતાં ભગવાનને ચાર વિશેષણો થી જે સ્તવવામાં આવ્યા છે, તેમાં આ શાસ્ત્રના વાંચનારાઓને ભગવાનને ઓળખતા કરવાનો હેતુ પણ રહેલો છે, એમ કહેવું હોય તો કહી શકાય એવું છે. આ ચાર વિશેષણો એવાં છે કે-જે કોઇ પણ આત્માને આ ચાર વિશેષણનો ભાવ સાચા રૂપમાં સારી રીતિએ સમજાઇ જાય, તેને ભગવાન શ્રી જિનેશ્વરદેવોના સાચા સ્વરૂપની સાચી અને સુન્દર પિછાન થયા વિના રહે જ નહિ. એની સાથે એ આત્માને પોતાના સાચા શત્રુઓની પિછાન પણ થઇ જાય. અને એ શત્રઓથી બચવાને માટે આવા ભગવાનનું શરણ સ્વીકારવાનું મન પણ થઇ જાય. ચાર વિશેષણોમાં પહેલા વિશેષણ દ્વારા ભગવાનનો અપાયાપગમાતિશય વર્ણવાયો છે. અપાયનો અર્થ આપત્તિ, દુ:ખ વગેરે થાય. જેનાથી આત્માને આપત્તિ આવે, તેને આત્માના વેરી કહેવાય. એવા અપાયભૂત જે વેરિઓ, તેનો અપગમ નામ નાશ કરવાથી અપાયાપગમ થયો કહેવાય અને તે ભગવાનનો અતિશય છે. આત્માના ખરેખરા કોઇ વેરી હોય, તો તે રાગાદિ છે. પોતાના એ આન્તર શત્રુઓનો નાશ સાધ્યા પછીથી. જ આત્માનો જે કેવલજ્ઞાન ગુણ છે તે ગુણ પ્રગટી શકે છે. સંપૂર્ણપણે અપાયાગમ થયા પછી તરત આત્માના કેવલજ્ઞાન નામનો ગુણ પ્રગટે છે અને ભગવાનને કેવલજ્ઞાનનું પ્રગટીકરણ થાય એ ભગવાનનો. જ્ઞાનાતિશય ગણાય છે. એ જ્ઞાનાતિશયનું સૂચન ભગવાનને યોગિનાથ એવું વિશેષણ આપવા દ્વારા કરાયું છે. અહીં યોગિનાથ એમ જે કહેવામાં આવ્યું છે, તે એમ સૂચવે છે કે-ભગવાન પોતાના વિમલ એવા Page 57 of 65

Loading...

Page Navigation
1 ... 55 56 57 58 59 60 61 62 63 64 65