Book Title: Namaskar Mahamantranu Swarup Part 01
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 60
________________ કોઇના દેખવામાં ન આવે. ચોથો અતિશય. શ્વાસોશ્વાસ કમળના સુગંધ જેવો હોય. આ ચાર અતિશય પ્રભુને જન્મથી હોય તેના નામ કહ્યા. દેવના કહેલા ઓગણીશ અતિશય નીચે મુજબ હોય છે. પહેલો અતિશય. સ્ફટિક મણિ રત્નમય ઉજ્જવળ સિંહાસન પાદપીઠ સહિત સહચારી હોય. બીજો અતિશય. જિનજીના મસ્તક ઉપર ત્રણ ત્રણ છત્ર દરેક દેશાએ જણાયા કરે અથવા દેખાય છે. ત્રીજો અતિશય, હંમેશા રત્નમય ઇંદ્રધ્વજ (ધર્મધ્વજ) આગળ ચાલ્યા કરે. ચોથો અતિશય. વગર વિંઝ્ય ધોળાં ચામરોની ચાર જોડી પ્રભુ ઉપર વિંઝાયા જ કરે. પાંચમો અતિશય. હંમેશ ધર્મચક્ર આકાશમાં ચાલતું જ સાથે રહે. છઠ્ઠો અતિશય. પ્રભુના શરીરથી બારગણું ઉંચું (પ્રભુ પર છાંયડો કરતું) અશોકવૃક્ષ છત્ર દંડ પતાકાદિ સાથે જ રહ્યા કરે. સાતમો અતિશય. ચારે મુખથી શોભાવંત દેશના સર્વને સંભળાયા કરે એટલે કે દરેક જણ એમજ જાણી શકે કે પ્રભુ મારી સામે જોઇને જ દેશના દે છે એવું જણાય. આઠમો અતિશય. રત્ન સોના અને રૂપાના ત્રણ ઢગ રચાય. નવમો અતિશય. નવ કમળની ઉપર પ્રભુ ચાલતા જણાય. દશમો અતિશય. વિહારભૂમિમાં કાંટા ઊંધા મ્હોંવાળા થઇ જાય. અગ્યારમો અતિશય. સંયમ લીધા પછી વાળ, નખ અને રૂંવાડાં વધે નહીં. બારમો અતિશય, ઇંદ્રિયના અર્થ પાંચે મનોજ્ઞ હોય. તેરમો અતિશય. સર્વ ઋતુઓ અનુકૂળ રહ્યા કરે. ચૌદમો અતિશય. સુગંધી જળનો વર્ષાદ થયા કરે. પંદરમો અતિશય. જળ અને સ્થળની અંદર પેદા થએલાં પાંચે રંગનાં સુગંધી ફૂલો ઢીંચણ જેટલાંદળનાં સમોવસરણના સ્થળમાં ઉંધે બીંટડે પથરાયા રહે. સોળમો અતિશય. પક્ષીઓ પ્રભુની પ્રદક્ષીણા કરે. સત્તરમો અતિશય. દરેક સમય યોજન પ્રમાણ અનુકુળ વાયુ વાયા કરે. અઢારમો અતિશય. પ્રભુના વિહાર માર્ગે આવતાં વૃક્ષો પ્રભુને નમન કર્યા કરે. ઓગણીસમો અતિશય. આકાશના અંદર દેવદુંદુભિ વાગ્યાં જ કરે. આ પ્રમાણે દેવના બનાવેલા ૧૯ અતિશયના નામ જાણવા. કર્મક્ષયથી થનારા અગ્યાર અતિશયના નામ :-- (૧) અતિશય એક યોજન પ્રમાણ સમોવસરણની અંદર ત્રણે લોકનાં શ્રોતાઓ સુખે બેઠક લઇ શકે. (૨) અતિશય. પ્રભુની અર્ધ માગધીભાષામય ધર્મદેશના હતી દેવતા, મનુષ્ય, તિર્યંચ વિગેરે પોતપોતાની ભાષામાં સારી રીતે સમજી શકે. (૩) અતિશય. તેમજ જે ક્ષેત્રમાં પ્રભુ વિચરતાં હોય તે ક્ષેત્ર સ્થળમાં ચોમેર ૨૫ યોજન (૧૦૦=ગાઉ) સુધીમાં પ્રથમના ફાટી નીકળેલા રોગો ઉપદ્રવો નાબુદ થઇ જાય અને નવા પેદા થાય નહીં. (૪) અતિશય. પ્રભુજીની વિહારભૂમિમાં સ્વભાવિક વિરોધ રાખનારાં પ્રાણી પણ (જેમકે ઉંદર બિલાડીને એક બીજાનું કશું ન બગાડવા છતાં પણ જન્મથી વૈર હોય છે તે સ્વાભાવિક તૈર બંધ પડી) મિત્રરૂપે હળીમળી રહે. (૫) જ્યાં પ્રભુજી વિચરતા હોય ત્યાં દુકાળ પડે નહીં. (૬) પ્રભુજીની વિહાર ભૂમિકામાં શત્રુના લશ્કરની કે પોતાના લશ્કરની ચડાઇ આવી ન શકે. Page 60 of 65

Loading...

Page Navigation
1 ... 58 59 60 61 62 63 64 65