Book Title: Namaskar Mahamantranu Swarup Part 01
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 62
________________ (૨૪) ઉપદેશ દેનાર સર્વગુણ સંપન્ન છે એ પ્રતીતી થવા રૂપ પ્રતિષ્ઠિત પ્રમાણિક વાક્ય બોલે. (૨૫) કર્તા, કર્મ, ક્રિયાલિંગ કાળ અને વિભક્તિ યુક્ત વચન વદે. (૨૬) શ્રોતાને નવાઇ ભર્યા વાક્યોથી હર્ષ વધે એવું બોલે. (૨૭) ઘણી ધીરજ સાથે ધીમાસથી વર્ણન કરી બતાવે. (૨૮) વાર લગાડી કે અચકાઇ અચકાઇ ન બોલે. અવિચ્છિન્ન મેઘધારા સમાન ચાલુ પ્રવાહ સહિત બોલે. (૨૯) ભ્રાંતિ ઉપજવાજ ન પામે તેવું બ્રિાંતિ વચન વદે. (૩૦) ચારે નિકાયના દેવ તથા મનુષ્ય અને પશુ, પક્ષી વિગેરે પોતપોતાની ભાષાથી સમજી શકે તેવી છટાયુક્ત બોલે. (૩૧) શિષ્યગણને વિશેષ બુદ્વિગુણ વધે તેવી વાણી બોલે. (૩૨) પદના અર્થને અનેક પણે વિશેષ આરોપ કરી બોલે. (૩૩) સાહસિક પણે બોલે. (૩૪) (એકવાર કહેલી વાત કિંવા દ્રષ્ટાંત સિદ્ધાંત પ્રયોજન વિના ફ્રી ફ્રીને ન કહે તે) પુનરૂક્તિ રહિત બોલે. (૩૫) અને કોઇનું મન કિંચિંત પણ ન દુભાય તેવી વાણી વદે. એ પાંત્રીશ વાણી ગુણ સહિત જગતના જીવોને પ્રતિબોધ આપે છે તે પ્રભુને હે ભવિપ્રાણી અવશ્ય ભાવ સહિત નમન કરવું જ યોગ્ય છે પ્રભુજીને નમન કરવાથી ઘણા કાળ લગી અખંડ પણે આનંદ ટકી શકે તેવા લાભ મળે છે. પ્રથમપદની સઝા (નવપદની સઝાય). (રાગ - નણદલની એ દેશી). વારી જાઉં શ્રી અરિહંતની, જેહના ગુણ છે બાર મોહન પ્રાતિહારજ આઠ છે, મુલ અતિશય છે ચાર મોહનવારિ ||૧|| વૃક્ષ અશોક સુર કુસુમની વૃષ્ટિ દિવ્ય ધ્વનિ વાણ મોહન ચામર સિંહાસન દુંદુભિ ભામંડલ છત્ર વખાણ મોહનવારિ ||રા. પૂજા અતિશય છે, ભલો ત્રિભુવન જનને માન મોહન વચના વિષય જોજનગામી સમજે ભવિ. અસમાન મોહન વારિ III જ્ઞાતાતિશય અનુતર તણા સંશય છેદણહાર મોહન લોકા લોક પ્રકાશત કેવલ જ્ઞાન ભંડાર મોહનવારિ. ૪ll રાગાદિક અત્તરરિપુ તેહનો કીધો અન્ત મોહન જિહાં વિચરે જગદીશ્વરૃ તિહાં સાતે ઇતિ સમંત મોહનવારી. ||પI એહવા અપાયા પગમનો અતિશય અતિ અદ્ભૂત મોહન અહર્નિશ સેવા સારતા, કો ગમે સુર હુંત મોહન વારી. ||૬|I. માર્ગ શ્રી અરિહન્તનો આદરીયે ગુણમેહ મોહન ચાર નિક્ષેપે વાંદિયે જ્ઞાન વિમલ ગુણ ગેહ મોહનવારિ || તીર્થકર અનંત બળના ધણી કહેવાય છે તે શી રીતે જણાવે છે. ઘણા માણસને પહોંચી શકે તે એક યોદ્ધો કહેવાય. તેવા ૧૨ યોદ્વાનું બળ ૧ બળદમાં હોય છે. ૧૦ બળદનું બળ ૧ ઘોડામાં હોય છે. ૧૨ ઘોડાનું બળ ૧ પાડામાં હોય છે. ૧૫ પાડાનું બળ ૧ હાથીમાં હોય છે. Page 62 of 65

Loading...

Page Navigation
1 ... 60 61 62 63 64 65